ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ખેડુતોના રક્ષણ માટે બંધુક ઉઠાવી મોડી રાત્રે વિસાવદરના સીમ વિસ્તારમાં દોડી ગયા હતાં.
ધારાસભ્ય હર્ષદભાઈનાં જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસથી વિસાવદરના સીમ વિસ્તારના ભૂતડી,રામગઢ સહિત આસપાસના ખેતી કરતા ખેડૂત અને મજુરી કામ કરતા મજૂરોને બુકાનીધારી અસામાજિક તત્વો ધાકધમકી આપ્યાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
હુ મારી લાઇસન્સ વાળી સર્વિસ બંધુક લઈને મોડી રાત્રે સીમ વિસ્તારમાં પહોચી ગયો હતો. અજાણ્યા અસામાજિક તત્વો ખેડૂતોના ખેતરમાં ઘુસી જાય છે ત્યારે એક ખેત મજુર પરિવારને ઓરડીમાં બંધ કરી દીધા હતા.
ત્યારે મને જાણ કરતા હું તત્કાલિક મારી બંધુક સાથે દોડી ગયો હતો અને ખેડૂતોની વેદના સાંભળી હતી અને તુરંત પોલિસને જાણ કરી હતી.
માવનભક્ષી દીપડાને મારવા બંધુક ઉઠાવી હતી
વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ બંધુક ઉઠાવી તે નવું નથી. આ પહેલા અમરેલી જિલ્લામાં દીપડાએ હાહકાર મચાવ્યો હતો.ત્યારે વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ બંધુક સાથે રજુઆત કરવા પહોંચી ગયા હતાં.જોકે ત્યારે અમરેલી જિલ્લામાં પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.