ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી મહોત્સવ દરમિયાન અહીં બ્રહ્મ સમાજની મહિલાઓ અને દિકરીઓ રાસ ગરબે રમી રહ્યા છે.
ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ બ્રહ્મ સમાજના નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. સૌપ્રથમ માં નવદુર્ગાની આરાધના કરી આશીર્વાદ લીધા હતાં. અને રાસ ગરબા બહેનો લઈ રહ્યા હતાં ત્યાં અચાનક ધારાસભ્યે આગેવાનો સાથે રાસ ગરબે રમ્યા હતા. ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તકે વીરભદ્રભાઈ ડાભીયા, વનરાજભાઈ વરૂ, રવુભાઈ ખુમાણ, મુકેશભાઈ ગુજરીયા, કાનાભાઈ ગોહિલ, ધીરજભાઇ પુરોહિત, નગરપાલિકા ચેરમેન હેમલભાઈ વસોયા, કમલેશભાઈ મકવાણા, ચિરાગભાઈ બી. જોષી, અર્ચનાબેન પરાગભાઈ જોષી, રાજેશભાઈ ઝાંખરા, દુષ્યંતભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ ત્રિવેદી, ભાર્ગવભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



