કેશોદના સોંદરડા જીઆઇડીસીમાં સીંગદાણાની છેતરપિંડીમાં બે આરોપીને જુદા જુદા સ્થળોથી પકડતી કેશોદ પોલીસ કેશોદના સોંદરડા જીએડીસી માં થોડા સમય પહેલાં ૨૫ તન મગફળીના સીંગદાણાની છેતરપિંડી થઇ હતી.
આ કેસમાં મુકુંદ ટ્રેડર્સ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે અનુસંધાને બે આરોપીઓ એક જંગલેશ્વરમાં રહેતો અને ડ્રાઇવરનો ધંધો કરતો યાસીન અબીબ નારેજા ઉંમર વર્ષ 30 અને માણાવદર વાળો અજીતભાઈ અલારખા પોલીસ પકડથી બહાર હોય પોલીસે તેની શોધખોળ આદરી હતી અંતે પોલીસે તેને જુદા સ્થળેથી પકડી પાડી કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ પૂરા થતાં જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.