ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીનું બિલ વધુ આવશે તેવી લોકોમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરવા અને વીજ બચતનો સંદેશ આપવા માટે રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે જાતે પહેલ કરી છે. તેમણે પોતાના ઘરે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરાવ્યું છે.
- Advertisement -
ડો. દર્શિતા શાહે સ્પષ્ટ કર્યું છે કે, સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીનું બિલ વધુ આવશે તે તદ્દન ખોટું છે. વાસ્તવમાં, સ્માર્ટ મીટર વીજળી બચત, ઊર્જા બચત અને સમય તથા શક્તિની બચત માટે અત્યંત હિતાવહ છે.
PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ લગાવી આપવામાં આવે છે. આ ઉપરાંત, સ્માર્ટ મીટરનું મોબાઇલથી મોનિટરિંગ પણ કરી શકાય છે, જેનાથી ગ્રાહકો પોતાના વીજ વપરાશ પર નજર રાખી શકે છે. ઙૠટઈક દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી છે કે સ્માર્ટ મીટર સંબંધિત કોઈપણ પ્રશ્ર્નનું નિરાકરણ કરવામાં આવશે. આ પહેલથી લોકોમાં સ્માર્ટ મીટર પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાય અને વીજળીના કાર્યક્ષમ ઉપયોગ તરફ પ્રેરાય તેવી અપેક્ષા છે.