ઉત્તર પ્રદેશના કૂંડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભદરી રિયાસતના રાજકુંવર રઘુરાજ પ્રતાપસિંહજી (રાજા ભૈયા) અને રાજકોટના રાજવીઓ દ્વારા JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું
ભામાશા મયુરધ્વજસિંહજીની સમાજ સેવાની ભાવનાને બિરદાવતા રાજાભૈયા
- Advertisement -
ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના પ0માં વિધાસત્કાર સમારોહમાં આવેલા ઉત્તરપ્રદેશના ભદરી રિસાયતના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી ઉર્ફે રાજા ભૈયાના સન્માનમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના રાજવીના નિવાસ સ્થાન રણજિત વિલાસ પેલેસમાં યોજાયેલા ડીનર પહેલાં માંધાતાસિંહે મયુરધ્વજસિંહ ગરાસીયા છાત્રાલયમાં સવા કરોડ રૂપિયાના ખર્ચે એક માળના નિર્માણ કરાવનારા હોવા અંગે રાજા ભૈયાને અવગત કરાવ્યા હતા. રાજા ભૈયાએ જે.એમ.જે. ગ્રુપનાં એમ.ડી. મયુરધ્વજસિંહની સમાજ સેવાની અનોખી ભાવના મુકતમને પ્રશંસા કરી હતી. સમાજના ભામાશા બનીને ઉદાર દિલે સમાજ સેવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
રાજા ભૈયાએ મયુરધ્વજસિંહજી જાડેજાને પાસે બેસાડીને ડિનર કરાવીને સન્માન કર્યું
- Advertisement -
JMJ ગ્રુપના એમડી મયુરધ્વજસિંહની સમાજ સેવાની અનોખી ભાવનાથી પ્રભાવિત થયેલા ભદરી સ્ટેટના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી ઉર્ફે રાજા ભૈયાએ પાસે બેસીને ડીનર કરવા આગ્રહ કર્યો હતો. રાજા ભૈયાએ ડીનર દરમ્યાન મયુરધ્વજસિંહ સાથે વાતચીત કરીને તેમના વ્યવસાય, પરિવાર અંગેની માહિતી મેળવી હતી. રાજા ભૈયાએ મયુરધ્વજસિંહના સમાજ અને ધર્મ સેવા અંગેના વિચારો જાણ્યા હતાં.મયુરધ્વજસિંહે યુવા વયમાં મેળવેલી સફળતા અને આગવા વિચારોની પ્રસંશા કરી હતી. રાજા ભૈયાએ મયુરધ્વજસિંહજીને તેમના મહેમાન બનીને ભદરી સ્ટેટની મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો. ડીનરમાં માંધાતાસિંહ ઉપરાંત હરિશચંદ્ર જાડેજા (માખવાડ), ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ધૈવતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (કોઠારીયા), રાજદીપસિંહ જાડેજા (વાવડી), અશોકસિંહ વાઘેલા, આદિત્યસિંહ ગોહિલ વગેરે જોડાયા હતાં.