બિલાસપુરમાં ખેડૂત કાર્યકર્તાઓ બજાર બંધ કરાવવા નીકળ્યા: બંધ પૂર્વે મોડી રાત્રે દિલ્હીમાં શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ: ખેડૂતોએ પથ્થરમારો કરતા પોલીસે રબરની ગોળી છોડતા ખેડૂતો ઘાયલ
એમએસસી સહિત પોતાની વિવિધ માંગણીઓના મુદે ખેડુત સંગઠનોએ આપેલા આજે ભારત બંધના એલાનની અસર માત્ર ગ્રામીણ ક્ષેત્રોમાં દેખાઈ હતી. શહેરોમાં તેની કોઈ અસર નહોતી. બિલાસપુરમાં દુકાનો બંધ કરાવવા ખેડુત કાર્યકર્તાઓ નીકળી પડયા હતા.
- Advertisement -
બંધના એલાન પુર્વે ખેડુતો, નેતાઓ અને સરકાર વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ નીવડી હતી જયારે દિલ્હીમાં શંભુ બોર્ડર પર ગઈકાલે મોડીરાત્રે ખેડુતો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે બબાલ મચી હતી. ખેડુતોએ પથ્થરમારો કરતા પોલીસે રબરની ગોળી, આંસુ ગેસનો ઉપયોગ કર્યો હતો, જેમાં એક નિહંગ શિખ ઘાયલ થયો હતો.
ગઈકાલે રાત્રે 1.30 વાગ્યા સુધી ખેડુત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા, ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાય વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સકારાત્મક ચર્ચાઓ થઈ હતી પણ તેનું કોઈ પરિણામ નહોતું આવ્યું.
ભારત બંધની મિશ્ર અસર: દરમિયાન ખેડુતોએ આજે પોતાની માંગોને લઈને ભારત બંધનું એલાન આપ્યું હતું. જો કે તેની પંજાબમાં ખાસ અસર જોવા મળી હતી. અહીં માછીવાડામાં બજારો બંધ હતી. ખેડૂત દેખાવકારોએ બેન્ક બંધ કરાવી હતી તો બીજી બાજુ ભારત બંધને સફળ બનાવવા ખેડુતો લાગી ગયા હતા.
- Advertisement -
પરંતુ બંધની અસર માત્ર ગ્રામીણ ક્ષેત્રોમાં જોવા મળી છે. શહેરોમાં તેની કોઈ અસર નથી. બિલાસપુરમાં બંધને સફળ બનાવવા માટે ભારતીય કિસાન યુનિયનના નેતા ટિકૈતના કાર્યકર્તા સવારે જ બજારમાં પહોંચી ગયા હતા. ખેડુત યુનિયનોએ આપેલ બંધની મિશ્ર અસર જોવા મળી છે. અડધા બજારો બંધ છે, અડધા ખુલ્લા છે.
દિલ્હી-અમૃતસર હાઈવે બંધ: ભારત બંધના એલાનને લઈને ગાઝીપુર બોર્ડર પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. અહી યાત્રીઓને દિલ્હીમાં પ્રવેશ કરવામાં વિલંબ અને ટ્રાફિકનો સામનો કરવો પડયો હતો.
પંજાબના ફાઝિબ્કામાં પણ ભારત બંધની અસર દેખાઈ હતી. જે બજારો સવારે 8.30 વાગ્યે ખુલ્લી જાય છે તે ખુલ્લી નહોતી.