તાજેતરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પીઢ બોલિવૂડ કલાકાર મિથુન ચક્રવર્તીને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
22 એપ્રિલના રોજ દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલાના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ઘણા મોટા સ્ટાર્સને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનું નામ પણ સામેલ છે, જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પદ્મ એવોર્ડ મેળવતા જોવા મળે છે. આ સિવાય એમનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
મિથુન ચક્રવર્તીને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્યોની હાજરીમાં આ એવોર્ડ મળ્યો હતો. મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને સામાજિક કાર્યમાં તેમની ભૂમિકા માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તી લાંબા સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. તેણે પોતાની 47 વર્ષની કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.
એવોર્ડ મળ્યા બાદ તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જ્યારે તેમને ગૃહ મંત્રાલય તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમને પદ્મ ભૂષણ આપવામાં આવશે, તો તેઓ એક મિનિટ માટે મૌન થઈ ગયા, કારણ કે તેમને તેની અપેક્ષા નહોતી.
President Droupadi Murmu presents Padma Bhushan in the field of Art to Shri Mithun Chakraborty. Along with the unique distinction of portraying lead roles in a large number of films, Shri Chakraborty has also been active in the field of social service. pic.twitter.com/3jYEaOOxEm
- Advertisement -
— President of India (@rashtrapatibhvn) April 22, 2024
મિથુન ચક્રવર્તીએ પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું, ‘મને ખબર નથી કે સરકાર મને શા માટે આપી રહી છે. હું આનાથી ખૂબ જ ખુશ છું, કારણ કે કોઈએ ન માંગ્યું હોય તેવી વસ્તુ પ્રાપ્ત કરવામાં એક અલગ જ ખુશી છે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારનું સન્માન મેળવવું એ સૌથી ખુશીનો પ્રસંગ છે. જ્યારે મને ફોન આવ્યો કે તમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવી રહ્યા છે, ત્યારે હું એક મિનિટ માટે મૌન થઈ ગયો કારણ કે મને તેની અપેક્ષા નહોતી…’
#WATCH | Delhi: On receiving Padma Bhushan in the field of Arts, actor Mithun Chakraborty says, "I am very happy. I have never asked anything for myself from anyone in my life. When I got a call that you are being given Padma Bhushan, I was silent for a minute because I had not… https://t.co/zfgkI7hu1e pic.twitter.com/JPvTlnIqQT
— ANI (@ANI) April 22, 2024
જણાવી દઈએ કે સોમવારે, 22 એપ્રિલના રોજ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ગાયિકા ઉષા ઉથુપને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.