ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને તા.2 ફેબ્રુઆરી 2024ના રોજ કલેકટર કચેરી સભાખંડ ખાતે બપોરે 1:00 કલાકે “મિશન શક્તિ” યોજનાના અમલીકરણ માટેની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા હિંસાથી અસરગ્રસ્ત કે તાત્કાલિક કાળજીની આવશ્યકતા હોય તેવી મહિલાઓને સહાય, સમર્થન પૂરા પાડવા તથા પુનર્વસન હેતુ “મિશન શક્તિ” યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત જાતિગત અસમાનતા અને લૈંગિક પસંદગી નાબૂદ કરી બાળકીઓના અસ્તિત્વનું રક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવા કામગીરી કરવામાં આવે છે.
કલેકટરના અધ્યક્ષસ્થાને આજરોજ મિશન શક્તિ યોજના સમિતિની બેઠક
