ઘર કંકાસથી કંટાળી યુવાને પગલું ભર્યાનું સામે આવ્યું
પોલીસે ગણતરી કલાકોમાં યુવાનને ગોંડલ નજીકથી શોધી લીધો : સંસ્કૃતમાં અભ્યાસ કરવાનો શોખ છોડી પરિવારે કામધંધો કરવાનું દબાણ કરતા પગલું ભર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરેથી યુવાન ગુમ થવાને મામલે શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને જૂનાગઢ રહેતા તેમના મામીએ એ.ડીવીઝન પોલીસમાં ગુમસુધાની અરજી આપતા પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી અને સીસીટીવી ફૂટેઝ આધારે પોલીસે તપાસ શરુ કરી હતી અને સુજલ મિતુલભાઈ જોશી નામના યુવાનને ગોંડલ નજીકથી ગણતરીની કલાકોમાં શોધી લેવામાં આવ્યો હતો અને પરિવારને સુપ્રત કરેલ. સુજલ જોશી નડિયાદ થી જૂનાગઢ રહેતા તેમના મામીના ઘરે એક દિવસ પેહલા આવેલો અને ગઇકાલ જૂનાગઢના જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવાનું કહી ઘરે થી નીકળી ગયો હતો અને પરત નહિ ફરતા યુવાનના મામીએ ગમ થયાની પોલીસને ઝાણ કરી હતી જયારે યુવાન મંદિરમાં જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યાર બાદ પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ કરી હતી અને પરિવારની પુછપરછ બાદ યુવાન ગોંડલ નજીક રીબડા રોકાયો હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી પોલીસે તેને શોધીને પરિવારને સુપ્રત કર્યો હતો.
સુજલ જોશી નામનો યુવાન મળી આવતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા તપાસ કરતા સુજલ જોશી જૂનાગઢના મુખ્યસવામીનારાયણ મંદિરે દર્શન કરવા ગયો ત્યારે ત્યાં ચારોડી ગુરુકુળમાં પેહલા અભ્યાસ કરતો હતો તે સ્વામી મળી ગયા હતા અને ચારોડી ગુરૂકુળના સંતો મળ્યા હતા તેની સાથે અમદાવાદ જતો રહ્યો હતો ત્યારે પોલીસે તેને રીબડા નજીક રોકાવીને ત્યાંથી પરત જૂનાગઢ લાવ્યા હતા પોલીસ તપાસમાં ઘર કંકાસ થી કંટાળીને પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું સુજલ સંસ્કૃતમાં અભ્યાસ કરવાનો શોખ છે અને સુજલના પરિવાર દ્વારા અભ્યાસ છોડી કામધંધો કરવાનું પરિવારમાંથી દબાણ કરતા ભર્યું હતું પગલું હાલ સુજલ પોતાના ઘરે જવાનો ઇન્કાર કરેછે અને સંસ્કૃતમાં અભ્યાસ કરવો છે તેવું જાણવા મળ્યું છે સુજલ જોશી આ પેહલા પણ ઘર કંકાસના લીધે બે ત્રણ વાર ઘર છોડી ચાલ્યો ગયો હોવાનું પણ સામે આવ્યું છે હાલ યુવાનનું કાઉન્સેલીગ કરવામાં આવી રહ્યું છે.યુવાન મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.