આતંકીઓને પાળી-પોષી બેહાલ થનાર પાક. પાસે પાયલોટ-ગ્રાઉન્ડ સ્ટાફને પગાર ચૂકવવા પૈસા નથી
ખાસ-ખબર સંવાદદાતા
આતંકવાદનાં એરૂૂને પાળી પોષીને પાયમાલ થનાર પાકિસ્તાનમાં આર્થિક તંગીના કારણે હવે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી એટલે કે આવતીકાલથી બંધ થઈ જશે. ઈંધણનાં પૈસા ખૂટી પડવાથી પાકની ચાર ફલાઈટસને દુબઈ એરપોર્ટ પર જ ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી.
ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ પીઆઈએ બંધ થવાનાં આરે છે.પીઆઈએનાં એક ટોચનાં અધિકારીએ ચેતવણી આપી છે કે જો તેમને તરત જ ફંડ આપવામાં નહિ આવે તો 15 મી સપ્ટેમ્બરથી ફલાઈટ સ્થગિત કરી દેવાની ફરજ પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીઆઈએ પહેલાથી જ 23 મીને બદલે માત્ર 16 એરક્રાફટ ચલાવી રહી છે. આમાંની મોટાભાગની ફલાઈટસ પણ રદ કરવી પડે છે. પીઆઈએનાં પાઈલટ અને ગ્રાઉન્ડ સ્ટાફને છેલ્લા ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી. એટલુ જ નહિં અત્યાર સુધી કંપની લોન લઈને ઈંધણ અને સ્પેરપાર્ટસની વ્યવસ્થા કરતી હતી.પરંતુ હવે તે પણ મળી શકે તેમ નથી.
એક ન્યુઝ એજન્સીએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનાં વરિષ્ઠ નિર્દેશકને ટાંકીને જણાવ્યું હતું કે, એરક્રાફટ ઉત્પાદક બોઈંગ અને એરબસે પણ ચુકવણી ન કરવાનાં કારણે પીઆઈએને સ્પેરપાર્ટસની સપ્લાય સ્થગીત કરી દીધી છે.મર્યાદિત ફલાઈટ ઓપરેશનને કારણે રાષ્ટ્રીય એરલાઈનને દરરોજ લાખો રૂૂપિયાનુ નુકશાન ભોગવવુ પડી રહ્યું છે. અધિકારીએ એ પણ ખુલાસો કર્યો હતો કે પીઆઈએ એક વિમાનને દમામ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું જયારે અન્ય ચારને ઈંધણની ચુકવણી ન કરવા માટે દુબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે પીઆઈએ તરફથી લેખીત ખાતરી પર વિમાનોને જવાની મંજુરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો. એ રૂૂા.3.5 મીલીયનનાં ઈમરજન્સી પેમેન્ટ પછી પીઆઈએ સેવાઓ પુન:સ્થાપિત કરાઈ હતી. અધિકારીએ ચેતવણી આપી હતી કે જો રૂૂા.23 બીલીયન ઈમરજન્સી ફંડ ઉપલબ્ધ કરાવવામાં નહી આવે તો ફલાઈટ ઓપરેશન 15 સપ્ટેમ્બર સુધીમાં સ્થગીત કરી શકાય છે.