ડૂબતો જોઈ મિત્રો બાઈક લઇ ભાગી ગયા, ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો
પરિવાર પાયે ખોટું બોલનાર મિત્રો પોલીસ પાસે પોપટ બની ગયા : મેટોડા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોધિકાના હરિપર પાળમાં રહેતા સગીરનું તળાવમાં ડૂબી જતા શંકાસ્પદ મોટત થયું છે સગીરને ડૂબતો જોઈ બચાવવાને બદલે તેના મિત્રો ડરીને ઘરે ભાગી ગયા હતા શંકાસ્પદ બનાવ અંગે પોલીસે ફોરેન્સિક પીએમ માટે તજવીજ હાથ ધરી છે જુડવા બાળકો પૈકી એકનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. હરીપર પાળ ગામે રિયલ રેસિડેન્સીમાં રહેતો અને ખીરસરા આઇટીઆઈમાં અભ્યાસ કરતો ધાર્મિક અશોકગીરી ગોસ્વામી ઉ.16 ગત શનિવારે ખીરસરા આઇટીઆઇમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય તેવું માતા પિતાને કહી બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો પિતા અશોકગીરી અને માતા વર્ષાબેન ટીંબડી ગામે વર્ષાબેનના પિતાની ખબર અંતર પૂછવા ગયા હતા સાંજે પિતાએ પુત્ર ધાર્મિકને ફોન કર્યો હતો. પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો મોડે સુધી સંપર્ક નહિ થતા ચિંતાતુર પિતા અશોકગીરીએ સંબંધીને જાણ કરી હતી અને દંપતિ રાત્રે જ રાજકોટ પરત આવી જઈ પુત્રની શોધખોળ શરુ કરી હતી શોધખોળ દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે, ધાર્મિક તથા તેના ત્રણ મિત્ર પ્રકાશ, ધ્રુવ અને ધાર્મિક જોષી સાથે આઇટીઆઇ ગયો હતો પરિવારે પ્રકાશના ઘરે જઈ પૂછતાં પ્રકાશે કહ્યું હતું કે, વરસાદને કારણે આઈટીઆઈમાં રજા હોવાનું જાહેર થતાં ચારેય મિત્ર ત્યાંથી રવાના થઇ ગયા હતા. ધાર્મિકને કામ હોવાથી તે જતો રહ્યો હતો આ અંગે મેટોડા પોલીસમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી દરમ્યાન અવધના ઢાળિયા નજીકથી ધાર્મિકનું બાઇક રેઢું હેન્ડલ લોક કરેલું મળી આવ્યું હતું. આ અંગે મેટોડા પોલીસને જાણ કરાતા પોલીસે ધાર્મિકના ત્રણેય મિત્રને બોલાવી આગવી ઢબે પૂછતાછ કરતા ચારેય મિત્ર આટીઆઇ બાદ ક્રાઇસ્ટ કોલેજ નજીક તળાવમાં ન્હાવા પડ્યા હતા જ્યાં ધાર્મિક ડૂબી ગયો હતો. જેથી ડરી ગયેલા ત્રણેય મિત્રો ધાર્મિકનું બાઇક લઈને નીકળી ગયા હતા અને અવધના ઢાળિયે લોક કરી ચાવી ફેંકી દઈ ધાર્મિકનો મોબાઇલ સ્વિચઓફ કરી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી.
પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. રાજકોટ ફાયર બ્રિગેડના હરિચંદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો પોલીસે સગીરના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો ભોગ બનનાર ધાર્મિક બે જુડવા ભાઈઓ હતા જેમાં બીજા ભાઈનું નામ ધ્રુવ હોવાનું જાણવા મળ્યું છે સગીર પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.