ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નજીક નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેતમજૂરી કરતી સગીરાનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.
નર્મદા કેનાલમાં પાણી ભરતી વખતે પગ લપસતા આ કરુણ ઘટના સર્જાઈ હતી.
હળવદ તાલુકાના અજિતગઢ અને માનગઢ વચ્ચે નીકળતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં હળવદના અજીતગઢ ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુરના ખેતમજૂર પરિવારની ઉજલીબેન ગુમાનભાઈ ધાનક (ઉ.વ.16) નામની સગીરા બપોરે પાણી ભરવા ગઈ હતી ત્યારે પગ લપસી જતા આ સગીરા કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારબાદ બે કલાકની શોધખોળના અંતે આ સગીરાનો કેનાલમાંથી મૃતદેહ જ હાથ લાગ્યો હતો.
આ ઘટના બાદ સગીરાના મૃતદેહને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ કરુણ બનાવને પગલે ખેતમજૂર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
હળવદ નજીક નર્મદા કેનાલમાંથી પાણી ભરવા ગયેલી સગીરા ડૂબી જતાં મોત
