IPS અધિકારી બદલી બાદ માનીતાઓને પોતાની સાથે નહીં લઈ જઈ શકે
જ્યાં બદલી થાય ત્યાં માનીતા કર્મીઓને સાથે રાખતા IPSનું તૈયાર થઈ રહ્યું છે લિસ્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે ગુજરાત પોલીસમાં વ્હાલા દવલાની નીતિ નહિ ચાલે. જેનું કારણ એ છે કે, એક અવલોકન પ્રમાણે ઈંઙજ અધિકારીઓની બદલી થઈ ગયા બાદ તેઓ પોતાના માનીતા અધિકારીઓને પણ પોતાની સાથે એટલે કે જે-તે જિલ્લા કે શહેરમાં લઈ જતાં હતા. જોકે હવે ગૃહ વિભાગને આ વાત ધ્યાને આવતા હવે માનીતા કર્મીઓને સાથે રાખતા ઈંઙજનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અનેક વાર વહીવટી કે અન્ય કારણોસર ઈંઙજ અધિકારીઓની બદલી થતી હોય છે. જેમાં જે-તે શહેર કે જિલ્લામાં ઈંઙજની બદલી થયા બાદ તે અધિકારી પોતાના માનીતા અધિકારીઓને પણ સાથે લઈ જતાં હોવાનું ધ્યાને આવ્યું છે. એટલે કે માનો કે, કોઈ ઈંઙજ ની બદલી કોઈ પણ શહેર કે જિલ્લામાં થાય તો તેઓ પોતાના માનીતા ઙઈં કક્ષાના અધિકારીઓને પણ પોતાની સાથે બદલી કરાવી લઈ જતાં હોવાનું એક અવલોકનમાં સામે આવ્યું હતું.
ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ હવે આ મામલે જાણે એક્શન મોડમાં આવ્યું છે. જેના ભાગરૂપે હાલમાં ગૃહ વિભાગે આવા ઈંઙજ અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ છે. જેને લઈ હએ ક્યા અધિકારી કોને સાથે લઈ જાય છે તેની માહિતી એકઠી રહી છે. જે બાદમાં હવે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને માનીતા અધિકારીઓ અલગ થઈ શકે છે.
વ્હાલા દવલાની નીતિ નહીં ચાલે?
ગુજરાત પોલીસમાં ઈંઙજ અધિકારી પોતાનો બદલી બાદ માનીતા અધિકારીઓ વ્હાલા દવલાની નિતિને કારણે પોતાની સાથે લઈ જતાં હોવાનું અવલોકન થયું હતું. જેને લઈ રાજ્યના ગૃહવિભાગે હવે આ મામલે મોટી કવાયત શરૂ કરી છે. જેથી હવે આગામી દિવસોમાં ગુજરાત પોલીસ વિભાગમાં આ વ્હાલા દવલાની નિતિ નહીં ચાલે.