ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તા.18થી 21 માર્ચ દરમિયાન મારૂતિ બીચ, સમુદ્ર દર્શન પથ પાસેના મેદાન ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તા. 18 માર્ચના રોજ સાંજે 06.00 કલાકે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવશે. આ બીચ વોલીબોલ અને હેન્ડબોલમાં આશરે 1700 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ સાથે જ સાંજે 04.00 કલાકે મંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્ટેશન અને કોડિનાર નવીન ડેપો-વર્કશોપનો ઈ-લોકાર્પણસમારોહયોજાશે.
આજે સોમનાથ ખાતે બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખૂલ્લો મૂકશે
