સતા નહીં માત્ર પ્રજાની સેવાના એક માત્ર ધ્યેય સાથે પ્રમુખપદે આરૂઢ થયેલા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કે જેમણે ખુબજ ટૂંકા સમયમાં ગ્રામ્ય પ્રજાની આરોગ્ય, શિક્ષણ , અને ભૌતિક સુખ સુવિધાઓમા વધારો થાય તે માટે અનેક લોક ઉપયોગી પ્રક્લ્પો હાથ ઉપર લીધા હતા અને આ કાર્યો પુરા કરવામા જયા પણ જરૂર લાગી તેવા કાર્યો માત્ર નાણાના અભાવે અટકી ન પડે તેનો ખ્યાલ રાખી તેમણે પોતાના નાણાનો પણ મોકળા મને અને ઉદાર હાથે ખર્ચ કરેલ હતો. આવા સેવાના સારથી દ્વારા કરવામા આવેલ લોકઉપયોગી પ્રકલ્પો /કાર્યોને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા તાજેતરમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા (મંત્રી, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી) તેમજ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા (પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ) એ વ્યક્તિગત શુભેચ્છા મુલાકાત લઈને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામા આવેલા પ્રજાજોગ કાર્યોની તેમજ ભવિષ્યમાં કરવાના થતા પ્રક્લ્પોની માહિતી મેળવી હતી અને પ્રમુખ ભુપતભાઇ બોદર સાથે લંબાણપૂર્વક વધુ લોકઉપયોગી કાર્યો કરવા માટે ચર્ચા-વિચારણા કરેલ હતી. બંને મંત્રીઓએ પ્રમુખ બોદરને લોકઉપયોગી કાર્યોમાં કોઈપણ જાતના સાથ – સહકારની જરૂર હોઈ તો જણાવવા આગ્રહ પુર્વક કહ્યું હતું અને તેઓ તેમજ ગુજરાતની સંવેદનશીલ અને વિકાસશીલ સરકાર હમેશા તમારી સાથે જ છે અને હંમેશા સાથે જ રહેશે તેવી ખાતરી આપી હતી . પ્રમુખ ભુપતભાઇ બોદરે મંત્રી જયેશભાઇ રાદડિયા અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો વ્યક્તિગત મુલાકાત માટે સમય ફાળવવા અને લોકઉપયોગી કાર્યોમાં સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.