રાજકોટ જિલ્લાની 6 આંગણવાડીનું લોકાર્પણ, વૃક્ષારોપણ વધારવા પર ભાર મુકાયો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા હસ્તે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ટાઉનહોલ ખાતે આરોગ્ય વિભાગ ખાતમુહૂર્ત હતું અને આઇસીડીએસ યોજના મનરેગા તેમજ 15માં નાણાપંચ અંતર્ગત નવ નિર્મિત આંગણવાડી કેન્દ્રોના ઈલોકાર્પણ કેન્દ્ર લોધીકા તાલુકાનું ચીભડા, જેતપુર તાલુકાનું થાણા ગાલોલ 2, અને જાગૃતિ નગર 1, વિંછીયા તાલુકાનું લાલાવદર કરાયું હતું.
- Advertisement -
લોકાર્પણમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભુપતભાઈ બોદર, રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી, રાજકોટ વિધાનસભા ધારાસભ્ય 69 ડો દર્શિતાબેન, વિધાનસભા ધારાસભ્ય 70 રમેશભાઈ ટીલારા તેમજ શાપર વેરાવળના ઉદ્યોગકારો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પૂર્વે રાજકોટ જિલ્લામાં લોધિકા, જેતપુર અને વીંછિયા તાલુકામાં નવનિર્મિત છ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાપર અને કોટડાસાંગાણીમાં નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત મંત્રી ભાનુબેન બાબરિયાએ કર્યું હતું. ખાતમુહૂર્ત દરમિયાન તેને આંગણવાડીના પટાંગણમાં વૃક્ષારોપણ અને કિચન ગાર્ડનિંગ પર ભાર મુકાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય, કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા. લોધિકા, જેતપુર અને વીંછિયા તાલુકામાં રૂ. 35 લાખના ખર્ચે છ આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે તેમજ શાપર અને કોટડાસાંગાણીમાં રૂ.8 કરોડ 62 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. જિલ્લાની 70 મોડલ આંગણવાડીઓ અને 47 આંગણવાડી કેન્દ્ર માટે રમતગમતના સાધનો અર્પણ કર્યા હતા.