ભોગાવો નદીમાં રેતી ચોરી કરતા 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ગામે ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડો કરી 1.5 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો જેમાં વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામે ભોગાવો નદીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા રેતીનું ગેરકાયદેસર ખનન પર ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા દરોડો કરી જે.શી.બી મશીન, બે હિટાચી મશીન, એક ટ્રેકટર સહિત કુલ 1.5 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હિટાચી માલિક જગાભાઈ ખોડાભાઇ મીર તથા નાનુભાઈ નારાયણભાઈ ચાવડા અને ટ્રેક્ટર માલિક શંકરભાઈ ધારાભાઈ ઝાપડા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.