ગેરકાયદે કોલસાનો જથ્થા સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજનો જથ્થો ખનિજ માફીયાઓ માટે સ્વર્ગ સમાન છે ત્યારે થાનગઢ અને મૂળી પંથકમાં થતા કોલસાના ગેરકાયદેસર ખનન પર વારંવાર દરોડા બાદ પણ ખનિજ માફીયાઓ મોકો મળે ત્યારે ખનિજ ચોરી કરવાથી બાજ આવતા નથી તેવામાં મૂળી તાલુકાના વગડીયા ગામે કોલસાની ખનિજ ચોરી થતી હોવાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વધીને થતા તેઓની ટીમ દ્વારા વગડીયા ગત મોડી રાત્રે દરોડો કરવામાં આવ્યો હતો. ખનિજ વિભાગના દરોડા દરમિયાન સ્થળ પરથી ખાણમાંથી કોલસો કાઢવાં માટે ઉપયોગ થતી ચરખી, મશીનરી સહિત કોલસાનો જથ્થો જપ્ત કરાયો હતો જેમાં કુલ દશ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ કરતા માલિકીની જમીન પર આ કોલસાનું ખનન ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ખનિજ વિભાગ દ્વારા તમામ મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.