સરા રોડ પર માટીનો ઢગલો કરી ફરાર થઈ જતા વાહન ચાલકોને ભારે હલાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી, પથ્થર, માટી કોલસા જેવા ખનિજને માફીયાઓ બેફામ લૂંટી રહ્યા છે તેવામાં મૂળી પંથકની આજુબાજુ વિસ્તારમાં થતા સફેદ માટીના ખનન સામે વારંવાર સ્થાનિકો રજૂઆત કરે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થતી નથી તેવામાં મૂળી પંથકમાંથી સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરી ડમ્ફર મારફતે મોરબી તરફ લઈ જવામાં આવે છે ત્યારે આ સફેદ માટી ભરેલા ઓવરલોડ ડમ્ફરના લીધે ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પણ ભાંગી પડે છે. આ તરફ મૂળી – સરા રોડ પર ગઈકાલે કોઈ અજાણ્યા ડમ્ફર ચાલકે ભીસ પડતા સફેદ માટી ભરેલું ડમ્ફર રોડ પર જ ખાલી કરી નાશી છૂટ્યા હતા જેને લઈ રોડ પર સફેદ માટીના ઢગલો થતા આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. આ સ્થિતિ રાત્રીના સમયે મોટી અક્ષમાતની દુર્ઘટના નોતરે તેવા પણ એંધાણ નજરે પડી થયા છે જોકે મૂળી પંથકના વિસ્તારમાં રોડ પર ખનીજનો ઢગલો કરી નાશી છૂટવાનો મામલો અહીં સામાન્ય બન્યો છે પરંતુ આ સ્થિતિ ક્યારેક મોટી દુર્ઘટના સર્જે તેવા પણ એંધાણ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે.



