– કાલે કાઉન્સીલની બેઠકમાં નિર્ણય: પેન્સીલ-શાર્પનર પરનો વેરો ઘટયો
આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ મળનારી GST કાઉન્સીલની બેઠકમાં મિલેટ (જાડા ધાન્ય) અને તેના ઉત્પાદનો પરનો GST ઘટાડવા કે પછી શુન્ય કરવા પર નિર્ણય લેવાઈ શકે છે.
- Advertisement -
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર આ જાડા ધાન્યનું ઉત્પાદનથી વપરાશ તમામમાં વધારો થાય તે જોવા માંગે છે. જેમાં બાજરા આધારીત સ્વાસ્થ્યવર્ધક મિશ્રણ પર હાલ જે 18% GST લાગે છે તે ઘટાડીને શુન્ય અથવા 5% થઈ શકે છે તો રાબ (ગોળવાળી) પરનો GST પણ 18%માંથી ઘટાડી 5% કરાશે.
આ ઉપરાંત હાલમાં જ GST કાઉન્સીલે પેન્સીલ-શાર્પનર જેવી સામાન્ય ઉપયોગની અભ્યાસની ચીજો પર જે 18% GST લાદયો હતો તે ફરી ઘટાડીને 12% કરાશે. GST કાઉન્સીલની બેઠકમાં બહુ ઉપયોગી વાહનો એમ.યુ.વી. ને સ્પોર્ટસ-વ્હીકલ સાથે સમાન ટેક્ષ માળખામાં સમાવવા અંગે નિર્ણય લેય તેવી શકયતા નહીવત છે.
GST ની ફીટમેન્ટ પેનલના રીપોર્ટ મુજબ 70% જાડું ધાન્ય અને તેના ઉત્પાદનો જે ખુલ્લામાં વેચાય તો તેના પર GST દર શુન્ય અને જે પેકીંગમાં વેચાય તેના પર 5% GST લાદી શકાય છે. આથી મોટા-જાડા ધાન્ય અને તેના ઉત્પાદનોની માંગ વધશે.
- Advertisement -