હળદરની ચા અથવા હળદરનું ભોજનમાં સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે તમને મસાલાથી એલર્જી હોય તો હળદર ન ખાવી જોઈએ. એમાંય ખાસ કરીને હળદરનું દૂધ તો ન જ પીવું જોઈએ. તો ચાલો જાણીએ ક્યા લોકોએ હળદર ન ખાવી જોઈએ.
જઠરાંત્રિય સમસ્યાઓ
- Advertisement -
હળદરનું દૂધ ગેસ, પેટનું ફૂલવું, ઝાડા, ઊબકા, પેટમાં દુખાવો અથવા એસિડ રિફ્લક્સનું કારણ બની શકે છે. જો તમારું પેટ ખરાબ હોય અથવા પાચન સંબંધિત સમસ્યા હોય તો હળદરવાળું દૂધ પીવાથી આ સમસ્યાઓ વધી શકે છે.
એલર્જીક પ્રતિક્રિયા
દવાઓ સાથેની ક્રિયા-પ્રતિક્રિયાઓ
હળદર અમુક દવાઓ સાથે ભળી જાય છે. હવે જોવા જઈએ તો આમાં, લોહી પાતળું થવાની દવા, ડાયાબિટીસની દવા અને કીમોથેરાપી દવાનો સમાવેશ થાય છે.
પિત્તાશયની સમસ્યાઓ
હળદર પિત્તાશયની સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે અથવા પિત્તાશયની પથરી ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે. આથી હળદરનો ઉપયોગ કરવાનું ટાળો.
સગર્ભા અને સ્તનપાન કરાવતી
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીએ હળદર વાળું ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે. આવી સ્થિતિમાં હળદરનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
લીવરની સમસ્યા
જો તમને લીવરની સમસ્યા હોય તો હળદર વાળું દૂધ ન પીવું જોઈએ. આનાથી આપણા સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર બની જાય છે.
માથાનો દુખાવો અને ચક્કર
કેટલાક લોકો જ્યારે 450 મિલિગ્રામ અથવા વધુ કર્ક્યુમિનનો ખોરાક લે છે, ત્યારે તેઓને ચક્કર આવે છે અને માથામાં અતિશય દુખાવો રહે છે.