અન્ય બે દરોડામાં 22 હજારના દારૂ સાથે બેલડી ઝડપાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનેકવિધ કિમિયા અજમાવતા હોય છે છતાં પોલીસની નજરથી બચી શકતા નથી ત્યારે રાજકોટમાં દૂધના કેનમાં દારૂની હેરાફેરી કરતાં દૂધના ધંધાર્થીને 34 હજારના દારૂ બીયર સાથે પોલીસે દબોચી લીધો છે અન્ય બે દરોડામાં 22 હજારના દારૂ સાથે બે શખ્સોને પણ પોલીસે પકડી કાર્યવાહી કરી છે.
રાજકોટ એલસીબી ઝોન 2ના પીએસઆઈ એચ આર ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે પરસાણા ચોકથી કણકોટ તરફ જતાં રસ્તા ઉપર વોચ ગોઠવી દૂધના કેન સાથે ઉભેલા શખસને સકંજામાં લઈ દૂધના કેનની જડતી લેતા તેમાંથી દારૂની 54 બોટલ અને 72 બીયરના ટીન મળી આવતા શખસનું નામઠામ પૂછતાં પોતે પંચરત્ન પાર્ક પચીસ વારિયામાં રહેતો અને દૂધનો ધંધો કરતો રાહુલ બોદાભાઈ કવાતર હોવાનું જણાવતા પોલીસે 46,700 રૂપિયાનો મુદામાલ કબજે કરી આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી જ્યારે માલવિયાનગર પોલીસે બાતમી આધારે આંબેડકરનગરમાં દરોડો પાડી દિપક ખોડાભાઈ સાગઠિયાને 9600ની કિમતના 96 ચપલા દારૂ સાથે દબોચી લીધો હતો તેમજ યુનિવર્સિટી પોલીસે નવા રિંગ રોડ ઉપર દરોડો પાડી યુવરાજસિહ રાજેન્દ્રસિહ ઝાલા નામના શખસને 12,800ની કિમતની 16 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.