ખાદ્યચીજનું વેચાણ કરતાં 10 ધંધાર્થીને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ અને એફએસડબલ્યુ વાન સાથે ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા 58 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરતાં 10 ધંધાર્થીને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપી હતી તેમજ ખાદ્યચીજના 52 નમૂનાની સ્થળ પર તપાસ કરી હતી.
મનપાની ટીમે લાયસન્સ મેળવવા માટે શક્તિ ટી સ્ટોલ, ડિલકસ પાન, શક્તિ પાન, જય ઠક્કર પાન, સાંઈ ગોપાલ સોડા, ગોપાલ પાન, ભરત પાન, શ્રીરામ ટ્રેડર્સ, દિનેશ પાન, ક્રિષ્ના ડિલકસ પાન, સંજય પાન, સદ્ગુરુ કોલ્ડ્રિંક્સ અને પટેલ કેમિસ્ટને સૂચના આપી છે. જ્યારે દેસાઈ ફરસાણ, રઘુવીર સમોસા, વેફર્સ ક્રીમ, કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, જુગાડી અડ્ડા, બર્ગર બ્રિસ્ટ, ડાયમંડ શીંગ, ભેરુનાથ આઈસ્ક્રીમ, બેસ્ટ મયુર ભજીયા, રાધેશ્યામ ડેરી, હંગામા કુલ્ફી, રામેશ્ર્વર બેકર્સ, જય ભવાની શીંગ, કિશન પ્રોવિઝન, યોગેશ્ર્વર ડેરી, અશોક વિજય ડેરી, બાસમતી હાઉસ, પટેલ ફરસાણ, સિલવર બેકરી, મુરલીધર રેસ્ટોરન્ટ, સપના ડ્રિંક્સ, અતુલ આઈસ્ક્રીમ, મોન્જીનીસ કેક શોપ, રંગોલી આઈસ્ક્રીમ, ગોરધનભાઈ ગોવિંદભાઈ ચેવડાવાળા, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, સત્યમ ડેરી અને ઘનશ્યામ પેંડાવાળાને ત્યાં તપાસ હાથ ધરી હતી.
ભેળસેળ મળી આવતા નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા
નાગેશ્ર્વર મંદિર સામે આવેલી જય ખોડિયાર ડેરી ફાર્મમાંથી લીધેલા દૂધના નમૂનામાં ભેળસેળ મળી આવી.
સન સીટી હેવન વીંગ સી-101માં આવેલી ખાદ્યચીજની દુકાનમાંથી શુદ્ધ ઘીના નમૂના લઈ તપાસ કરતાં વેજીટેબલ ઓઈલની ભેળસેળ મળી આવી.
મહાદેવવાડી મેઈન રોડ પર આવેલી શ્રદ્ધા ગુલાબ જાંબુમાંથી મોળા માવાના નમૂનાની તપાસ કરતાં વેજીટેબલ ફેટની ભેળસેળ મળી આવી.
મવડી પ્લોટ-4માં આવેલી પટેલ સ્વીટ્સમાંથી મોળા માવાના નમૂનાની તપાસ કરતાં વેજીટેબલ ફેટની ભેળસેળ મળી આવી.