ટાટા એડવાન્સડ સિસ્ટમ લી. તથા એર બસ રૂા.22400 કરોડનું રોકાણ કરશે
રાજકોટ, સુરત, અમદાવાદમાં પણ લોકેશન શોધતી કંપની: ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ રાજકોટ માટે પ્લસ પોઈન્ટ
- Advertisement -
ધોલેરા-સ્પે.ઈકોનોમી રીજયોનમાં જમીન સુવિધા ઓફર કરતી રાજય સરકાર
દેશમાં કાર ઉત્પાદન માટે ટાટા-નેનોના આગમન બાદ ગુજરાત એ ઓટો કંપનીઓ માટે હબ બની ગયું છે તથા હવે કારની નિકાસમાં ગુજરાતના બંદરીય સુવિધા પણ મહત્વની બની રહી છે તે વચ્ચે હવે ટાટા ગ્રુપ લશ્કરી ટ્રાન્સપોર્ટ, એરક્રાફટ, ઉત્પાદન માટે પણ ગુજરાત પર પસંદગી ઉતારે તેવા સંકેત છે.
ટાટા ગ્રુપ ગુજરાતમાં કાર ઉત્પાદન કરે છે અને હવે કંપનીએ વિશ્વવિખ્યાત મુસાફર સહિતના વિમાન ઉત્પાદનમાં અગ્રણી એરબસ સાથે ભારતમાં લશ્કરીટ્રાન્સપોર્ટવિમાનના ઉત્પાદનના કરાર કર્યા છે અને તેને આ માટેનો પ્લાંટ ગુજરાતમાં સ્થાપવા માટે ધોલેરા, સ્પે. ઈકોનોમીક રીજયોનમાં જમીન સહિતની સુવિધા આપવા ઓફર કરી છે.
- Advertisement -
ટાટા-એરબસ દ્વારા સી-295 મીલીટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ઉત્પાદન માટે સંયુક્ત કંપની બનાવી છે અને હવે તેના પ્લાંટ માટે યોગ્ય લોકેશનની તલાશ કરી રહી છે. ગુજરાત સરકારે ધોલેરા ખાતે જે સ્પે. ઈકોનોમીક રીજયોન જે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ સહિતની સુવિધા ધરાવતું ઈકોનોમી ઝોન છે અને અહી આ પ્લાંટ માટે વિશાળ જમીન પણ ઉપલબ્ધ કરાવવા રાજય સરકારે ઓફર કરી છે પણ ટાટા ગ્રુપની નજર હાલ સક્રીય અથવા તો આગામી સમયમાં કાર્યરત થાય તેવા આંતરરાષ્ટ્રીય વિમાની મથકની આસપાસ આ પ્લાંટ ઉભો કરવાની છે અને તે એરપોર્ટ ગ્રીનફીલ્ડ હોય તે વધુ જરૂરી છે.
હાલ ગુજરાતમાં આ પ્રકારે બે એરપોર્ટ ગ્રીનફીલ્ડ કક્ષામાં આવે છે જેમાં ધોલેરા અને રાજકોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત અને અમદાવાદ એરપોર્ટ પણ ટાટા ગ્રુપની આવશ્યકતા મુજબના છે. ગુજરાતમાં ધારાસભા ચૂંટણી પુર્વે હવે આ અંગેની જાહેરાત થઈ શકે છે. ધોલેરા એ દિલ્હી, મુંબઈ, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો ભાગ છે અને અહી અગાઉ એરક્રાફટ મેન્ટેનન્સ ફેસીલીટી ઉભી કરવાની યોજના હતી. ધોલેરાના એરપોર્ટ પર રનવે 4000 મીટર તથા 2910 મીટરના છે. જે ફલાઈટ ટેસ્ટીંગ ફેસીલીટી માટે જરૂરી છે અને તેથી ધોલેરાને જ આખરી પસંદગી મળશે તેવા સંકેત છે.