1 વર્ષ પહેલા ડ્રાઈવર ઈસમ 17 વર્ષની સગીરાને ભગાડી ગયો અને બાદમાં અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું
સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. વાત જાણે એમ છેકે, સુરતની કોર્ટે એક 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં 48 વર્ષના આધેડને સજા ફટકારી છે. આ ઇસમે સગીરાને ભગાડી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
- Advertisement -
સુરતના લાજપોર વિસ્તારમાં 1 વર્ષ પહેલા એક ડ્રાઈવર ઈસમ 17 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. જે બાદમાં અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. લાજપોર વિસ્તારમાં જ રહેતા ડ્રાઈવર અબ્દુલ હમીદ હસીમએ દુષ્કર્મ કર્યું હતું. જોકે હવે કોર્ટે આરોપી 48 વર્ષના આધેડને 20 વર્ષની સખત કેદ ની સજા ફટકારી છે.
48 વર્ષના આધેડને સુરતની કોર્ટે પીડીત સગીરાને 70000 નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે આધેડને 20 વર્ષની સખત કેદ અને 50000નો દંડ ફટકાર્યો છે. વિગતો મુજબ સગીરા સચિન હોજીવાલા એસ્ટેટમાં સાફ-સફાઈનું કામ કરતી હતી અને અબ્દુલ હમીદ હસીમ ઈકો ગાડી ચલાવતો હતો.