પશુ ચરાવવા જેવી સામાન્ય બાબતે નવાણિયા ગામના શખ્સોએ માર માર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. તેવામાં વધુ એક વખત આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં રામપરા ગામે પોતાની વાડીમાં કામ કરતા ઘનશ્ર્યામભાઈ દિલાભાઈ ખેર વાડીમાં હાજર હોય તેવા સમયે નવાણિયા ગામના હરવિજયસિંહ ઈન્દુભા પરમાર, ઈન્દુભા મહિપતસિંહ પરમાર અને તેઓની સાથે અન્ય ચાર જેટલા અજાણ્યા ઈસમો આવી પશુ ચરાવવા બાબતે માથાકુટ કરવા લાગ્યા હતા આ માથાકૂટમાં છ ઈશમોમાં એક ઇશમ દ્વારા આધેડને પકડી રાખી એની ચાર ઈસમોએ છાતીના ભાગે ઢીકાપાટુંનો માર મારી તમામ હુમલાખોર નાશી ગયા હતા આ તરફ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
જે અંગે સ્થાનિક જોરાવરનગર પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતક ઘનશ્ર્યામભાઈ ખેરના દીકરાની ફરિયાદના આધારે નવાણિયા ગામના હરવીજયસિંહ ઈન્દુભા પરમાર , ઈન્દુભા મહિપતસિંહ પરમાર અને અજાણ્યા છ ઈસમો વિરુધ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.