સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી, ધક્કામુક્કી અને પછી ધબધબાટી બોલી, આખો દેશ શરમમાં મુકાયો
નોરોનાનું મોટું પગલું: ઈમર્જન્સી બેઠક બોલાવવાની જાહેરાત
સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ
ખાસ-ખબર ન્યૂઝનવી દિલ્હી
- Advertisement -
બુધવારે મેક્સિકો સિટીમાં મેક્સિકન સંસદમાં ભારે હોબાળો થયો હતો, જ્યારે ગૃહના સ્પીકર ગેરાર્ડો ફર્નાન્ડિઝ નોરોના અને વિરોધ પક્ષ પીઆરઆઈ (ઇન્સ્ટિટ્યુશનલ રિવોલ્યુશનરી પાર્ટી)ના નેતાઓએ દિવસના સત્રના સમાપન પહેલાં જ્યારે સાંસદોએ રાષ્ટ્રગીત ગાયું, ત્યારબાદ અલેજાન્ડ્રો મોરેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી, ધક્કામુક્કી અને પછી ઝપાઝપી થઈ હતી. અચાનક એલેજાન્ડ્રો મોરેનો ગૃહના સ્પીકર નોરોના પાસે પહોંચ્યા અને મોટેથી કહ્યું, “મને બોલવા દો.” ત્યારબાદ તેમણે સેનેટ સ્પીકરના હાથ પકડી લીધા. જવાબમાં, નોરોનાએ કહ્યું, “મને અડશો નહીં,” અને પછી બંને વચ્ચે ઝપાઝપી થઈ.
આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં મોરેનો નોરોના પર ખૂબ ગુસ્સે થતા અને એક ફોટોગ્રાફરને ધક્કો મારતા દેખાય છે. જે હોબાળો બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ગૃહની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ અને અધિકારીઓને દરમિયાનગીરી કરવી પડી
મેક્સિકોમાં વિદેશી સેનાની હાજરી અંગે ઉગ્ર ચર્ચા થતાં સેનેટમાં મામલો વધુ વકર્યો. નોરોનાએ કહ્યું કે તે એક ગંભીર મુદ્દો છે, પરંતુ મોરેનોએ દલીલને વ્યક્તિગત ગણીને તેમની સાથે ગેરવર્તન કર્યું. સેનેટ અધ્યક્ષ નોરોનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ ઈમરજન્સી બેઠક બોલાવશે અને આ હિંસા બદલ મોરેનો અને અન્ય ત્રણ પીઆરઆઈ સાંસદોને હાંકી કાઢવાનો પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે મોરેનોએ તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. નોરોનાએ કહ્યું, તેમણે મને પકડી લીધો, માર્યો અને કહ્યું કે તેઓ મને મારી નાખશે.



