રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો, ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. પવન સાથે ઠંડીનું જોર વધતાં લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેવો પડ્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.
- Advertisement -
ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ફરી એકવાર હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આ સાથે પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. મહત્વની છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે.
ઉત્તરાયણના દિવસે કેટલું રહેશે તાપમાન?
રાજ્યમાં ઉત્તરાયણને લઈ પતંગબાજોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ 14 અને 15 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો પારો 9-10 ડિગ્રી થઈ શકે છે. મહત્વનું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 9 ડિગ્રી આસપાસ રહેશે. આ સાથે 3થી 6 ડિગ્રી તાપમાન ગગડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કયા કેટલું તાપમાન ?
- Advertisement -
-અમદાવાદમાં 13.01 ડિગ્રી તાપમાન નોંધાયું
-ગાંધીનગર 12.02 ડિગ્રી તાપમાન નોંધાયું
-ભુજનું તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુંગાર
-રાજકોટ 14.05 ડીગ્રી તાપમાન નોંધાયું
-વડોદરા 15.08 ડિગ્રી તાપમાન નોંધાયું
-સુરત 16.03 ડિગ્રી તાપમાન નોંધાયું
-ભાવનગર 16 ડિગ્રી તાપમાન નોંધાયું
-નલિયા 8.02 ડિગ્રી તાપમાન નોંધાયું