ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લામાં આગામી તા. 20 સુધી છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આવવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને પાકના રક્ષણ માટે ઉચિત પગલાંની તકેદારી લેવા જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કરાયો છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી સાથે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા હવામાં વિભાગ દ્વારા જણાવાયું છે. પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પપ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે હાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાલો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરની ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદામાં સુરક્ષિત એ.પી.એમ.સી.માં વેચાણ મર્થ આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે.આ અંગે વધુ જાણકારી માટે કિસાન કોલ સેન્ટર ટોલ હેપલાઈન નંબર-18001801551નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા જણાવાયું છે.



