-વણજોયેલી વસ્તુઓને પણ ઓળખી લેશે આ મોડલ: મેટાએ ફેસબુક અને ઈન્સ્ટા માટે જાહેર કર્યું એઆઈ મોડેલ સેમ
મેટાએ પોતાનું આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) મોડેલ સેમ લોન્ચ કર્યુ છે. આ એઆઈ મોડલ કોઈ ફોટામાંથી ઓબ્જેકટને અલગ અલગ પસંદ કરીને ઓળખી શકે છે.મતલબ કે તસ્વીરમાં છુપાયેલી વસ્તુને ઓળખી શકશે.
મેટાએ હાલ ફેસબુક અને ઈન્સ્ટ્રાગ્રામ માટે તેને જાહેર કર્યું છે.આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ મોડલ સેમનો ઉપયોગ કરી વસ્તુઓ પર કલીક કરી કે ટેકસ્ટ પ્રોમટ લખીને તેને પસંદ કરી શકાય છે. એક પ્રદર્શનમાં મોડલના આ ફીચરને દર્શાવવાની કોશીશ કરવામાં આવી છે. એઆઈ મોડલને બિલાડી લખીને પારખવામાં આવ્યુ હતું.
મેટાના એઆઈ મોડેલ સેમને નોન કોમર્શીયલ ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે જ આ એઆઈ મોડેલને કંપનીના ઓફીશીયલ સાઈટ માટે પણ ઉપયોગ કરી શકાય છે. મેટા આ મોડેલમાં જનરેટીવ એઆઈ સાથે પ્રયોગ કરી રહ્યું છે. જે ડેટાને માત્ર ઓળખવા ઉપરાંત નવા ક્ધટેન્ટ પણ બનાવવાની ક્ષમતા રાખે છે. માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે આ વર્ષે મેટાનાં બધા એપમાં આ પ્રકારની ટેકનોલોજી સામેલ કરવી તેની પ્રાથમીકતા છે.
સેમને 1.1 કરોડ ફોટા અને 1.1 અબજ માસ્કના વિશાળ ડેટા સેટ પર પ્રકાશીત કરવામાં આવ્યા છે જે અત્યાર સુધીમાં સૌથી મોટો વિભાજન ડેટા સેટ છે.આ ડેટાસેટમાં જાનવરો, છોડો, વાહનો, ફર્નીચર, ભોજન અને ઘણી બધી વસ્તુઓની એક વિસ્તૃત શૃંખલા સામેલ છે.
સેમ એ વસ્તુઓને પણ ઓળખી લેશે કે જેને તેણે અગાઉ કયારેય જોઈ નથી. જોકે મેટા તરફથી પહેલેથી જ આ પ્રકારની ટેકનીકનો ઉપયોગ અનુચીત ક્ધટેન્ટ હટાવવા માટે આંતરિક રૂપે કરવામાં આવે છે.