- મેસેજીંગ એપ્સની નવી પ્રાયવસી પોલીસીની તપાસને આગળ વધારવા લીલીઝંડી
ભારતમાં લોકપ્રિય મેસેજીંગ એપ્સ, વોટસએપ તથા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ, ફેસબુકની પ્રાયવસી પોલીસી સામે કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયાની તપાસને પડકારતી રીટ અરજીને આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દેતા હવે આ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ માટે મુશ્કેલીના દિવસો આવી રહ્યા છે.
વોટસએપ દ્વારા હાલમાં જ નવી પ્રાયવસી પોલીસી જાહેર કરાઈ હતી અને કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયા દ્વારા વોટસએપ તથા ફેસબુકની પેરેન્ટ કંપની મેટાની આ પોલીસી સામે તપાસના આદેશ અપાયા હતા.
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સતીષ ચંદ્રાની ખંડપીઠે જણાવ્યું કે, કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયાને આ પ્રકારની તપાસનો અધિકાર છે અને તેને પડકારી શકાય નહી. કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયાએ જે નોટીસ મોકલી છે તેની સામે સ્ટે લંબાવવાની પણ દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કર્યો હતો.