જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વાણી અને તર્કના કારક ગણાતા બુધ ગ્રહ આજે એટલે કે 17 જાન્યુઆરી, 2026ના રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. બુધ સવારે 10:23 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને 3 ફેબ્રુઆરી સુધી અહીં રહેશે. મકર રાશિમાં બુધનું આગમન શિસ્ત અને વ્યવહારુ નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરશે.
બુધનું રાશિ પરિવર્તન: કોના માટે લાવશે ખુશીઓ?
- Advertisement -
મેષ : કરિયરમાં નવી ઊંચાઈઓ મળશે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નવી યોજનાઓ સફળ થવાના યોગ છે.
વૃષભ : નસીબનો સાથ મળશે. અધૂરા કાર્યો પૂરા થશે અને ઉચ્ચ શિક્ષણ કે ધાર્મિક યાત્રામાં સફળતા મળશે.
મિથુન : સંશોધન અને ગૂઢ વિષયોમાં રુચિ વધશે. મહેનત પછી અચાનક ધન લાભ થવાની શક્યતા છે.
- Advertisement -
કર્ક : ભાગીદારીના વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે.
સિંહ : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શુભ સમય. શત્રુઓ પર વિજય મળશે.
કન્યા : બૌદ્ધિક ક્ષમતા વધશે. ખાસ કરીને લેખકો અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શ્રેષ્ઠ છે.
તુલા : જમીન, મકાન કે વાહન ખરીદવાના યોગ બનશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
વૃશ્ચિક : આત્મવિશ્વાસમાં વધારો થશે. મીડિયા અને કોમ્યુનિકેશન ક્ષેત્રના લોકોને વિશેષ લાભ મળશે.
ધન : આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી વાણીના પ્રભાવથી તમે અટકેલા નાણાં મેળવી શકશો.
મકર : બુધ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તમારા વ્યક્તિત્વને નિખારશે અને માન-સન્માન વધારશે.
કુંભ : વિદેશ સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે.
મીન : આવકના નવા સ્ત્રોત ઊભા થશે. મિત્રોના સહયોગથી ઈચ્છાઓ પૂર્ણ થશે અને આર્થિક ઉન્નતિ થશે.




