ચીનમાં આ વખતે જોરદાર ઠંડી પડી રહી છે. ખાસ કરીને ચીનની રાજધાની બિજિંગમાં તાપમાન શૂન્યથી પણ ઘણું નીચે પહોંચી ગયું છે. બીજિગમાં બરફના તોફાનના કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.
આ પહેલા વર્ષ 1951માં બીજિંગમાં આ રીતે ઠંડી પડી હતી જ્યાં બરફના તોફાન અને માઇનસ તાપમાનના લોકોને જીવવું મુશ્કેલ બની રહ્યું હતું. ચીનની ઉત્તર અને ઉત્તર-પૂર્વી ભાગમાં છેલ્લા અઠવાડિયાથી રેકોર્ડ બ્રેક ઠંડી અનુભવાય રહી છે.
- Advertisement -
એન્ટાર્કટિકાથી આવી રહેલી ઠંડી હવાઓના પગલે પૂર્વોત્તરના કેટલાક ક્ષેત્રોમાં તાપમાન શૂન્યથી 40 સેલ્સિયસ નીચે પહોંચી ગયું છે. જણાવી દઇએ કે, બીજિંગમાં ઠંડીનો 72 વર્ષ જુનો રેકોર્ડ તુટી ગયો છે.
બીજિંગમાં એક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરની વચ્ચે 300 કલાકથી વધારે સમય સુધી તાપમાન શૂન્યથી નીચે નોંધાવામાં આવ્યું છે. એક સમાચાર અનુસાર, આ સમયગાળામાં રાજધાનીના 9 દિવસો સુધી શૂન્યથી 10 ડિગ્રી સેલ્સિયસની નીચે તાપમાન નોંધવામાં આવ્યું છે.
- Advertisement -
ચીનના શેડોંગ પ્રાંતના કિંગઝોઉમાં ઝરણાઓ જામી ગયા છે. ચારે તરફ બરફ જ જોવા મળી રહ્યો છે. જ્યારં, લિયાઓનિંગ વિસ્તારના શેનયાંગમાં હુનહે નદીમાં ઝાડની ડાળખીઓ પર મોટી મોટી બરફના પડ જામી ગયા છે.
ઠંડીએ સમગ્ર ચીનના કેટલાય રાજ્યોને પ્રભાવિત કર્યા છે. આ વિસ્તારોમાં સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. જયારે, વાહન વ્યવહાર સેવાઓની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મધ્ય ચીનના હેનાન વિસ્તાર અને બીજિગના દક્ષિણ- પશ્ચિમ વિસ્તારમાં ગરમીને ઉત્પન્ન કરનાર સિસ્ટમ ફેલ થઇ ગઇ છે. જિયાઓજુઓ શહેરમાં થર્મલ પાવ સપ્લાયર વધારે ડિમાન્ડના કારણે બંધ થઇ ગયો છે. જિયાઓજુઓ વાંગફાંગ એલ્યૂમિનિયમ મૈન્યુફેક્ચરિંગમાં હીટિંગ બોયલર્સ છે, જે આ સમયે ખરાબ થઇ ચૂક્યા છે. જેથી હવે ગરમ પાણીની સપ્લાય બંધ થઇ ગઇ છે. તેના સમારકામની કામગીરી ચાલી રહી છે.
બીબીસીની રિપોર્ટસ અનુસાર, સતત ઠંડીના કારણે હેનાન પ્રાંતમાં ઉર્જાની પૂર્ણતા પર ભાર પડી રહ્યો છે, જ્યારે, રિપોર્ટસની માનવામાં આવે તો ભયંકર ઠંડીના કારણે કેટલાક હીટિંગ બોઇલર ખરાબ થઇ ગયા છે.