NDPS એક્ટના બે-બે ગુનામાં પકડાયેલા આરોપીઓ ઉપર નજર રાખશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
સામાન્ય રીતે વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, જેવા મિલકત વિરૂદ્ધ ના ગુન્હાઓ માં પકડાયેલા આરોપીઓ વારંવાર એક જ મોડસ ઓપરેન્ડી થી ગુન્હાઓ આચરતા હોય છે. જેથી ગુજરાત રાજ્યના પોલીસ વડા અને ડીજીપી વિકાસ સહાય દ્વારા વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, જેવા મિલકત વિરૂદ્ધના તથા નાર્કોટિક્સ NDPS એક્ટના બે બે ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ ઉપર નજર રાખવા માટે ગુજરાત રાજ્યમાં મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.
આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત દરેક શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અથવા બે થી વધુ મિલકત વિરૂદ્ધ ના ગુન્હાઓ અને NDPS એક્ટ હેઠળ ના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ નક્કી કરી, દરેક આરોપી ઉપર એક એક પોલીસ જવાન ને મેન્ટર તરીકે નીમવામાં આવે છે, જે પોલીસ જવાન એ આરોપીની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખે છે.
અમદાવાદ શહેર ખાતે પણ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન ખાતે બે કે તેથી વધુ મિલકત વિરૂદ્ધ ના તથા નાર્કોટિક્સના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ નક્કી કરી, મેન્ટર નીમવામાં આવેલ છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી, ઇન્ચાર્જ જેસીપી સેક્ટર 2 નીરજ બડગુજર તથા ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની દ્વારા આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલ તમામ આરોપીઓ ઉપર નજર રાખવા શહેરના તમામ પોલીસ અધિકારીઓ ને ખાસ સૂચના કરવામાં આવેલ છે.
- Advertisement -
અમદવાદ શહેરના ઝોન 06 વિસ્તારના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝન હેઠળ આવતા મણિનગર, ઈસનપુર, વટવા તથા વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલ આરોપીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે એક રોલકોલ તથા ઓળખ પરેડ રાખી, નવતર પ્રયોગ હાથ ધરી, આજરોજ કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ રોલકોલ તથા ઓળખ પરેડ રાખી, નવતર પ્રયોગ અંતર્ગત અમદવાદ શહેરના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝન હેઠળ આવતા મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, વટવા પીઆઈ કુલદીપ ગઢવી તથા વટવા જીઆઈડીસી પીઆઈ આર.એમ.પરમાર તથા મેન્ટર તરીકે રહેલ તથા ડી સ્ટાફના પોલીસ જવાનો સાથે જે આરોપીઓ પોલીસના રડાર માં છે, તેવા 15 થી 20 આરોપીઓને વટવા પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી, એક પછી એક આરોપીઓને પોલીસની હાજરીમાં પોતાનું નામ, ક્યાં ગુન્હામાં પકડાયેલ, હાલ શું પ્રવૃતિ કરે છે.