હત્યારા લાલા તડવીના અનેક પાસા તપાસતું વિજ્ઞાન જાથા
વૈમનસ્ય સાથે ક્રુર સ્વભાવના કારણે હત્યા કરાઈ, બાળકીનો હત્યારો ગરીબી સાથે એકલતા અનુભવતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે પાણેજ ગામમાં બાળકીની બલી સંબંધી સમાચાર વાંચતા સમગ્ર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રારંભમાં પોલીસ તંત્રે સમર્થન આપતા અંધશ્રદ્ધાયુક્ત હોવાને કારણે ભારત જન વિજ્ઞાન જાથા રૂબરૂમાં પહોંચતા હત્યારા લાલા તડવીએ ક્ષણિક આવેગ-ગુસ્સો, મનોરોગી, એકલતાના કારણે બાળકીની હત્યા સંબંધી સાચી માહિતી મળી હતી. બલી નહિ પરંતુ હત્યા દિશાસૂચક સાબિતી મળી હતી.
બનાવની વિગત પ્રમાણે પાણેજ ગામમાં પાંચ વર્ષની બાળકીની કુહાડી મારી નરબલી ચડાવવાની હકિકતમાં ગામના ભુવા લાલા તડવીએ બાળકીને આંચકીને પોતાના ઘરમાં દેવસ્થાન પાસે ગળા ઉપર કુહાડી મારી હત્યાના સમાચાર આવ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આધેડની અટકાયત કરી હતી. ગામ લોકોના કથન મુજબ સમયાંતરે લાલા તડવી ભુવાનું કામ કરતો હતો. ક્રુર સ્વભાવના કારણે પરિવાર છિન્નભિન્ન, અતિ દારૂણ ગરીબ જીવન જીવતો હતો. ઘરમાં એકલતાના કારણે મનોરોગી સ્વભાવ, તિરસ્કારની ભાવના જોવા મળતી હતી. મઢની બાજુમાં બાળકીના લોહીના ખાબોચીયા, તેની પાસે ગળુ કાપવા સંબંધી પુરાવા અને બલી ચડાવેલની બીજી નાની બાળકને ખેંચવાનો પ્રયાસ, બુમાબુમ થવાના કારણે પડોશીઓ એકઠા થઈ ગયા હતા. ભુવા લાલા પાસે તિક્ષ્ણ કુહાડી હોય સામનો કેવી રીતે કરવો વિમાસણમાં હતા. પડોશમાં રહેતા પરિવારની બાળકીને આંચકીને બે કે ત્રણ મિનિટમાં કુહાડી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. લોકો ભેગા થઈ જતા બીજું બાળક બચી ગયું હતું. લોકોએ પોલીસ તંત્રને જાણ કરી દીધી બાદ તુરંત હિંમત ધરાવતા યુવાનોએ હત્યારા લાલાને પકડવામાં સફળ થયા હતા તે દરમ્યાન પાંચ વર્ષની બાળકીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. ગામ આખું ભેગું થઈ ગયું હતું. ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો. આ કેસમાં જાથાએ વધુમાં વધુ માહિતી મેળવવા સ્તોત્ર ઉભા કર્યા હતા.
- Advertisement -
રાજકોટથી જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ એક ટીમ બોડેલી પોલીસ સ્ટેશને પહોંચી પોલીસકર્મીઓ સાથે પાણેજ ગામ પહોંચ્યા. જયંત પંડયાએ એક દિવસ પહેલા કાર્યકરને મોકલી ખાનગી માહિતી મેળવી લીધી હતી. ગામના લોકો પાસેથી માહિતી એકત્ર કરી લીધી હતી. સ્થળ ઉપર બાળકીની હત્યા કરી હતી તેના માતા-પિતા, પડોશીઓ, બાજુના ગામના પૂર્વ સરપંચ વિગેરે પાસેથી રૂબરૂ હકિકત સાંભળી હતી. આ દિવસે પોલીસે આરોપી લાલા તડવીને કોર્ટ સમક્ષ રજુ કરતાં 3 દિવસના રીમાન્ડ મેળવ્યાની હકિકત સામે આવી હતી. જાથાનો હેતુ બલી છે કે નહિ, સાચી હકિકત જાણવા ઉત્સુક હતા. તે દરમ્યાન પુરાવા ચકાસતા પોલીસે નરબલી નથી પરંતુ હત્યા સંબંધી જાહેરાત કરી દીધી હતી. પાણેજ ગામના રસ્તા, વસવાટ કરતાં લોકોને સુવિધાનો અભાવ નજરે જોવા મળતો હતો.
ગામ આખું ગરબાઈમાં જીવતું હોય ટંકેટંક મજૂરી કરી, પેટીયું રળતા હોય તેવું જોવા મળ્યું હતું. સરકારની વિકાસની વાતો જમીનદોસ્ત લાગતી હતી. જાથાએ બાળકીના મોત સંબંધી સઘળી માહિતી મેળવી લીધી. જાથાના ચેરમેન જયંત પંડયા પોતાની રૂબરૂ મુલાકાત અનુમાનથી જાહેર કરે છે કે પાણેજમાં બાળકીની બલી નહિ પરંતુ હત્યા છે. લાલા હિંમત તડવી આધેડનો પરિવાર છિન્નભિન્ન હતો. એકલતા, સ્વભાવ વિચિત્ર, મનોરોગી સાથે અતિ ગરીબાઈનું જીવન, અસલામતી સાથે બે ટંકના ભોજનથી પિડિત વ્યક્તિ હતો. ગરીબાઈએ આધેડનો પિછો છોડયો ન હતો. સમાજ તરફ સર્વે તરફ તિરસ્કારની ભાવના, સંવેદના ગાયબ થઈ ગઈ હતી. પડોશી સાથે અગાઉની માથાકુટ, વેરભાવના, ઈર્ષા સહિત કારણોમાં ક્ષણિક આવેગ ગુસ્સામાં બાળકીને આંચકીને કુહાડીથી મોતને ઘાટ ઉતાર્યાનું તારણ છે. જીંદગીથી કંટાળેલો વ્યકિત હતો. જાથાનું સ્પષ્ટ તારણ બાળકીની બલીના એકપણ ચિન્હ હતા નહિ, આરોપીનું મનોવિકૃત માનસિકતા, ક્ષણિક આવેગ હત્યા સુધી દોરી જાય છે. નિર્દોષ બાળકીનો ભોગ લેવાયો, આંતરિક ખટરાગનું પરિણામ સાથે વેરભાવનાથી કૃત્ય જાહેર કરે છે. પાણેજ ગામમાં જાતમાહિતી મેળવવામાં જિલ્લા પોલીસ વડા, બોડેલી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ., પી.એસ.આઈ., પોલીસ કર્મીઓએ જાથાને દિલથી મદદ કરી હતી તેનો આભાર માન્યો હતો.



