દેશમાં લાખમાંથી 21 લોકો માનસિક સ્થિતિના કારણે જીવન ટૂંકાવે છે
2021માં 13792 લોકોએ માનસિક બીમારીથી કંટાળી આત્મહત્યા કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં સતત વધતી જતી આત્મહત્યામાં ઘટસ્ફોટ થયો છે કે ભારતીયો સતત ખરાબ માનસિકતા સાથે જીવન જીવી રહ્યા છે અને તેના કારણે તેઓમાંથી 14 ટકા આત્મહત્યા ભણી જાય છે. ખાસ કરીને દેશમાં હાલમાં જ પ્રસિધ્ધ થયેલા આંકડા મુજબ દર એક લાખે 21 ભારતીયો આત્મહત્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ સરેરાશ 10,000માંથી 2,443 લોકો તો સતત માનસિક સમસ્યાથી પીડાતા હોય છે અને કેટલાક તો તે જીવનભર આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે.
પરંતુ જેઓ સમસ્યા સામે ઝઝૂમી શકતા નથી અંતે આત્મહત્યાનો માર્ગ લે છે. ઇન્ડીયન જર્નલ ઓફ સાઇકીયાટ્રીકના આંકડા મુજબ સરેરાશ ચાર લાખ લોકોની સામે ફક્ત 3 જ માનસિક રોગોના નિષ્ણાંત છે અને ખરેખર તે સંખ્યા દર ચાર લાખે 12 મનોચિકિત્સકની હોવી જોઇએ. જેના કારણે ખરાબ માનસિકતા કે અન્ય સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકોને યોગ્ય સમયે સારવાર મળતી નથી જેના કારણે ભારતને 1.3 લાખ કરોડ ડોલરનું નુકશાન થાય છે. જે કદી ભરપાઈ થતું નથી.
છેલ્લા એક સપ્તાહમાં માર્કેટ રિસર્ચ એજન્સી દ્વારા માનસિક સમસ્યાથી પીડાતા લોકો અંગે જે વૈશ્ર્વિક સર્વે કર્યો તેમાં 34 દેશોને સમાવી લેવાયા હતા જેમાં 18 ટકા ભારતીયોને શારીરિક સ્વાસ્થ્યને વધુ મહત્વ આપ્યું અને માનસિક સ્વાસ્થ્ય એ કામચલાઉ બાબત હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
આ રિપોર્ટમાં જણાયું કે, 13792 લોકોની આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ માનસિક બિમારી હતું. જે દેશમાં મૃત્યુમાં ત્રીજુ સૌથી મોટુ કારણ બની રહ્યું છે. 6134 મામલામાં 18થી 45 વર્ષના લોકો તેમાં સામેલ હતા.