‘ખાસ-ખબર’માં પ્રકાશિત થયેલાં અહેવાલ બાદ PSI મોરીનાં ધમપછાડા
જૂનાગઢ ‘ખાસ-ખબર’માં વ્હોટ્સએપ્પ કોલ કરી ફીટ કરી દેવાની ધમકી આપતાં PSI કિરીટ મોરી
- Advertisement -
PSI મોરીની રેતમાફિયાઓ સાથે સાંઠ-ગાંઠ હોવાનું સાબિત થયું!
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબરમાં ગતરોજ મેંદરડા પોલીસ અને રેતમાફિયાઓનું ગઠબંધન અંગે પ્રકાશિત અહેવાલ બાદ મેંદરડાના પીએસઆઈ કિરીટ મોરી જાણે રેતમાફિયાઓનાં શૂટર હોય તેમ તેમણે ખાસ-ખબરના જૂનાગઢ પ્રતિનિધિઓને વોટ્સએપ કોલમાં અહેવાલ પ્રકાશિત શું કામ કર્યો તેવું કહી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. આ રીતે પીએસઆઈ મોરીની રેતમાફિયાઓ સાથે સાંઠ-ગાંઠ હોવાનું સાબિત થયું છે, પીએસઆઈ મોરી અહીંથી ન અટકતા ગત મોડી રાત્રે ખાસ-ખબરના જૂનાગઢ પ્રતિનિધિનાં ઘરે પણ પહોંચ્યા હતા અને મેંદરડા ગામમાં ખાસ-ખબરના પત્રકારોની શોધખોળ કરી રહ્યા હતા. જોકે ખાસ-ખબરમાં પ્રકાશિત મેંદરડા પોલીસ અને રેતમાફિયાઓનું ગઠબંધન અંગેનાં અહેવાલમાં પીએસઆઈ કિરીટ મોરીનું નામ ન હોવા છતા તેમણે સમગ્ર મામલો પોતાના માથે ઓઢી લીધો હતો અને પોતાની ગરાશ લૂંટાઈ જવાના ડરને કારણે ખાસ-ખબરના જૂનાગઢ પ્રતિનિધિને વોટ્સએપ કોલમાં ધાક-ધમકી આપી હતી. ખાસ-ખબરના પ્રતિનિધિને પીએસઆઈ મોરીએ આપેલી ધમકીના આધારે આગળની કાર્યવાહી કરી સમગ્ર મામલાની જાણ જૂનાગઢ એસપી, ડીઆઈજીથી લઈ રાજ્યના ગૃહમંત્રીને કરવામાં આવશે. આ મામલે પીએસઆઈ મોરી પર ખાતાકીય તપાસ થાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મેંદરડા પીએસઆઈ કિરીટ મોરીની દાદાગીરી વિરુદ્ધ ખાસ-ખબર દ્વારા કાયદાકીય પગલાં ભરી સત્તાધીશોને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે.
મીડિયા કર્મીઓને ધાક- ધમકી આપતાં અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતાં PSI મોરી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવશે
- Advertisement -
Dy.spને જાણ કર્યા બાદ પણ મોડી રાત્રે ધાક-ધમકી આપવા પત્રકારનાં ઘર ગોતવા નીકળતી મેંદરડા પોલીસ
PSI કિરીટ મોરીની દાદાગીરીથી પિડિતોએ જૂનાગઢ ‘ખાસ-ખબર’નો 96974 95974 પર સંપર્ક કરવો