મેંદરડામાં રામા મંડળનો કાર્યક્રમ પોલીસને બોલાવી બંધ કરાવનારને બોધપાઠ ભણાવવા ઉગ્ર માંગ
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં કૃષ્ણ યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મીક કાર્યક્રમ કરવામાં આવે છે. ગણેશ મહોત્વસ દરયિમાન રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિઘ્નસંતોષીઓ દ્વારા પોલીસને જાણ કરી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. વિઘ્નસંતોષીનાં અધર્મી કૃત્યથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી. જેના વિરોધમાં આજે બપોર સુધી મેંદરડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે સંપૂર્ણ મેંદરડા સજ્જડ બંધ રહ્યું હતુ અને હવનમાં હાડકા નાખનાર કળીયુગી રાક્ષસ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
- Advertisement -
મેંરદડામાં દર વર્ષે કૃષ્ણ યુવક મંડળનાં સભ્યો દ્વારા ગણેશ ઉત્સવ, નવરાત્રી, કૃષ્ણ જન્મોત્સવ સહિતનાં હિન્દુ ધર્મનાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ કૃષ્ણ યુવક મંડળ દ્વારા નવદુર્ગા ચોકમાં ગણપતીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સવાર-સાંજ આરતી,ભજન સહિતનાં ધાર્મીક કાર્યક્રમો કરવામાં આવતા હતાં. ત્યારે બે દિવસ પહેલા સમઢીયાળા મુકામે આવેલી માનસીક વિકલાંગની સંસ્થાનાં લાભાર્થે ફાળો એકત્રીત થાય તે માટે હિન્દુ સમાજનાં ભજન,કિર્તન કરવા રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થયા હતાં અને શાંતિ પૂર્ણ માહોલમાં ધાર્મીક કાર્યક્રમ ચાલતો હતો.ત્યારે હિન્દુ વિરોધી અને અધર્મીઓની માનસીકતા ધરાવતા કેટલાક લોકાએ હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ કર્યો હતો. માનસીક વિકૃત આનંદ લેવાનાં આદી લોકોએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ દોડી આવી હતી અને હિન્દુ ધર્મનો કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. આવા માનસીક વિકૃત કૃત્યથી હિન્દુ સમાજને ભારે આઘાત લાગ્યો હતો અને રોષ ફેલાયો હતો.
બાદ આજે કૃષ્ણ યુવક મંડળ દ્વારા બપોરનાં 12 વાગ્યા સુધી મેંદરડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મેંદરડા બંધનાં એલાનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. મેંદરડાની દરેક દુકાન અને બજાર બંધ રહી હતી. બપોર સુધી મેંદરડા સજ્જડ બંધ રહ્યું હતું અને હવનમાં હાડકા નાખનાર કળીયુગી રાક્ષસ સામે રોષ પ્રગટ કર્યો હતો. તેમજ કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. અધર્મી કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવા લોકોની માંગ છે. આ ઘટનાની યોગ્ય તપાસ કરવા પણ માંગ ઉઠી છે. હિન્દુ સમાજનાં કાર્યમાં કોઇ અધર્મી કૃત્ય કરે ત્યારે સમાજને ઠેસ પહોંચે તે સ્વાભાવીક છે. આવ અધર્મી કૃત્ય કરનારને બોધપાઠ આપવાનો સમય આવી ગયો છે તેમ લોકોએ કહ્યું હતું.