ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના અધ્યક્ષ રણજીતસિંહ વાઘેલા ઉપપ્રમુખ હર્ષદ પટેલ અને નિજલપટેલ, ખજાનચી બાબુભાઈ ચૌધરી માધ્યમિક સંદેશના વ્યવસ્થાપક સુરેશભાઈ જોબનપુત્રા, સુરેશભાઈ ચૌધરી, અમદાવાદ માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી કોર કમિટીના કિશોરભાઈ મહેતા ઉપરાંત જૂનાગઢથી સુમિત જોષી, સંજયભાઈ વિગેરે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, પ્રફુલભાઈ પાનસૂરિયા, કમિશ્નર અને નાયબ નિયામકને મળીને 300 રજાઓ, 1/4/2005 અને ફાજલના રક્ષણના 120 દિવસના ક્ષતિવાળા પરિપત્ર, દોઢનો રેશીઓ, ફિક્સ પગારના શિક્ષકો માટે પગાર વધારો અને 1-4-2005 પછીના કર્મચારીઓ માટે સંયુક્ત મોરચામાં રજુઆત કરી જેમાં 300 રજા, ફાઝલના રક્ષણવાળો ક્ષતિવાળો પરિપત્ર અને ફિક્સ પગારના વધારા અંગેના પરિપત્રો અંતિમ તબકકામાં છે. જે ટૂંક સમયમાં થશે તેમ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ સોનારાની યાદીમાં જણાવેલ છે.