તમામ સભ્યોને સવારે 08:00 વાગ્યે તિરંગા સાથે બહુમાળી ભવન ચોકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ
“આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રોત્સાહિત કરવા “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આગામી તારીખ 12 ને શુક્રવારે સવારે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાવાની છે અને આ તિરંગા યાત્રામાં સરગમ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે.
- Advertisement -
ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન આપનારા દેશભક્તોને યાદ કરવાનો છે.
તેમણે કહ્યું છે કે આ તિરંગે યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે ત્યારે સરગમ પરિવારના સભ્યો પણ આ તિરંગા યાત્રામાં જોડાઈને દેશભક્તિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપશે.
સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા મંત્રી મૌલેશભાઇ પટેલ ઉપરાંત સરગમ લેડીઝ ક્લબના ચેરપર્સન ડો. ચંદાબેન શાહ, પ્રમુખ નીલુબેન મહેતા અને મંત્રી ડો.માલાબેન કુંડલીયા વગેરેએ સરગમ ક્લબ સરગમ લેડીઝ ક્લબ સરગમ સિનિયર સિટીઝન ક્લબ સરગમ કપલ ક્લબ અને સરગમ ચિલ્ડ્રન ક્લબ સહિતના સૌ સરગમી સભ્યોને તારીખ 12 ને શુક્રવારે સવારે 8:00 વાગે બહુમાળી ભવન ચોકમાં તિરંગા સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે