રાજકોટ- રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પંવાર રાજકોટના પ્રવાસે આવનાર છે. તેઓ તા.૬ જુલાઇ ૨૦૨૧ના રોજ સાંજે ૪ કલાકે સર્કીટ હાઉસ રાજકોટ ખાતે જિલ્લા કલેકટર, એસ.પી, મ્યુ.કમિશનર, સફાઇ કામદાર બોર્ડના અધિકારીઓ તેમજ સ્થાનિક અધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ અને યોજનાકીય પ્રગતિ અંગે ચર્ચા આયોજન કરવામાં આવશે.