ભાજપ અને કોંગ્રેસમાં રઘુવંશી સમાજની અવગણના કરતા મેહુલ નથવાણી મેદાને
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપ અને કોંગ્રેસમાં રઘુવંશી સમાજની અવગણના કરતા લોહાણા સમાજના અગ્રણી મેહુલભાઈ નથવાણીએ આજે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ અને પ્રબળ દાવેદાર ગણાતા કમલેશ મીરાણીને આ વખતે પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યારે કોંગ્રેસમાંથી પણ આ બેઠક પર ગોપાલ અનડકટની બાદબાકી કરતા મનસુખ કાલરીયા પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. જેને લઈને રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. વેપાર, ઉદ્યોગ, સામાજીક, રાજકીય સહિતની પ્રવૃત્તિમાં અગ્રેસર અને દેશ-વિદેશમાં કામ ધંધાથી નામના મેળવનાર એવા રઘુવંશી સમાજને ભાજપે માત્ર મતદાર વર્ગમાં ગણીને ઘોર અવગણના કર્યાનો રોષ છલકાયો છે. ભાજપમાં અને કોંગ્રેસમાં રઘુંવશી નેતાને ટિકિટ ન આપતા વિરોધનો વંટોળ શરુ થયો હતો.