અહીં વાડીએ રખોપું કરવું, વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરતા ત્રણ શ્રમિકોને હુમલાનો ભય
રાત્રે હથિયારો સાથે ધસી આવ્યા, સવારે આવી હુમલો કરવા પૂર્વે સીસીટીવી ઢાંકી દીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા અને છેલ્લા બે વર્ષથી અમિશભાઈ કિશોરભાઈ રામાણીની પાળ ખાતેની વાડીમાં છેલ્લા બે વર્ષથી દેખભાળનુ કામ કરી ગુજરાન ચલાવતા નિલેશભાઈ દિલીપભાઈ ચાંડપા ઉ.28એ પાળ ગામના મેહુલ ડાયાભાઇ માટીયા, જસવંતપુરના મેહુલ અરજણભાઇ માટીયા અને બે અજાણ્યા શખ્સો સામે કારથી આંતરી બાઈક અને મોબાઈલ પડાવી લઇ, પટ્ટાથી મારકૂટ કરી આ વાડી અમારી છે, વાડીમાં જેટલી વાર કેમેરા લગાડશો તેટલી વાર અમે તોડી નાખીશું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી, હુમલો કર્યાની લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ પછી હજુ પણ હુમલાખોરો ફરી હુમલો કરશે તેવો આક્ષેપ ફરિયાદી યુવાન દ્વારા કરવામાં આવ્યો છે કારણકે અહીંયા રખોપુ કરવું, વૃક્ષોને પાણી પીવડાવવા સહિતના કામ ત્રણ યુવાનો કરી રહ્યા છે તે લોકોને હજુ પણ હુમલાનો ભય સતાવી રહ્યો છે રાત્રે હથિયારો સાથે ધસી આવેલા હુમલાખોરોએ સવારે આવી સીસીટીવી ઢાંકી દીધા બાદ હુમલો કર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે.
લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર નિલેશભાઈ ચાંડપાએ જણાવ્યું હતું કે પોતે બે વર્ષથી અમરશીભાઈ રામાણીની વાડીમાં કામ કરે છે બનાવની આગલી રાત્રે ફોર વહીલર લઈને ઉપરોક્ત લોકો વાડીએ ધસી આવ્યા હતા અને સીસીટીવી ઢાંકી દીધા હતા તેમજ સીસીટીવી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સીસીટીવી તૂટી શક્યા ન હતા જેથી સીસીટીવી મરડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળતા અંતે સીસીટીવી ઢાંકી દીધા હતા તેના બીજા દિવસે સવારે ફરી આવી જમીન માપણી સહિતની કામગીરી કરી હતી અને ફરિયાદીને ક્ધટેનરમાં બેસાડી ધમકી આપી હુમલો કર્યો હતો અને જતા જતા પોતાના બાઈકની ચાવી અને મોબાઈલ પરત માંગતા મોબાઈલ ફેંકી દીધો હતો જેથી મોબાઈલમાં પણ ડેમેજ થયું હતું પરંતુ આ લોકો એક ક્ધટેનરની ચાવી સાથે લઇ ગયા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.
આ બનાવ બન્યા પછી અહીં નોકરી કરતા ફરિયાદી નિલેશભાઈ દિલીપભાઈ ચાંડપા, તેનોઅ ભાઈ વિક્રમ દિલીપભાઈ ચાંડપા અને ધવલભાઈ છગનભાઇ મકવાણાને હજુ પણ હુમલાખોરો ફરી હુમલો કરે તેવી દહેશત સતાવી રહી છે તેમના ઉપર કંઈપણ થાય તો જવાબદારી ઉપરોક્ત લોકોની રહેશે તેવું ફરિયાદીએ જણાવ્યું છે અહીં ગાડા માર્ગ હોવાથી લોકોની અવરજવર પણ ખુબ ઓછી હોય છે જેથી ગમે ત્યારે ફરી હુમલો કરે તેવી ફરિયાદી સહિત અહીં કામ કરતા તમામને દહેશત સતાવી રહી છે જયારે આ ફરિયાદ અન્વયે લોધીકા પોલીસ દ્વારા ફરિયાદી ઉપરાંત તેના ભાઈ વિક્રમ અને જમીનના મલિક અમિષભાઈનું વિશેષ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



