જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે. જેથી દરેક રાજનૈતિક દળ પોતાની તૈયારીમાં લાગી ગયો છે. એવા સમયે જમ્મૂ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતાને સરકારી મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. જમ્મૂ-કાશ્મીર પ્રશાસનની આ નોટિસ પર પીડીપીના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. પીડીપી અને જમ્મૂ-કાશ્મીરના બીજા નેતાઓનું કહેવું છે કે, સરકારે દબાણ બનાવવા માટે મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
જમ્મૂ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના વીવીઆઇપી વિસ્તાર ગુપકારમાં મહેબુબા મુફઅતીએ સરકારી બંગલાને ખાલી કરવાની નોટિસ આપી છે. જેથી પીડીપી નેતા અને કાર્યકર્તાઓમાં ગુસ્સે થયા છા. આ ઘટનાને લઇને મહેબુબા મુફ્તીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, કેટલાક દિવસ પહેલા તેમણે સરકારી બંગલા ફેયર વ્યુને ખાલી કરવાની નોટિસ આપી છે. જેમાં કોઇ આશ્ચર્યની વાત નથી અને હાલના પ્રશાસન પાસેથી બીજી અપેક્ષા પણ શું હોય.
- Advertisement -
J&K | PDP chief Mehbooba Mufti confirms to ANI that she has been served a notice asking her to vacate her official government accommodation, the Fairview residence in Srinagar
(File pic) pic.twitter.com/a8Fkmhaadq
— ANI (@ANI) October 21, 2022
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બંગલો જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રીનો બંગલો છે, પરંતુ એવું નથી. આ ઘટના પર તેઓ પહેલા તેમના કાનુની ટીમની સલાહ લેશે. ત્યારપછી તેઓ આગળની પ્રક્રિયા કરશે.
વર્ષ 2005માં મહેબુબાના પિતાને ફાળવવામાં આવ્યો હતો બંગલો
નોટિસ મળવાને લઇે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ જણાવ્યું કે, આ સ્થળ મારા પિતાને ડિસેમ્બર 2005માં ફાળવવામાં આવ્યો હતો, જયારે તેમણે મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. એટલા માટે કહ્યું કે, પ્રશાસનનો આધાર સાચો નથી. બીજી તરફ એવી વાત ફએલાય છે કે, મહેબુબા મુફ્તીએ બીજા વૈકલ્પિક બંગલાની માંગણી કરી છે.