8 ઇંચ બારડોલી, 7.5 ઇંચ મહુવા, 6 ઇંચ પલસાણા, 5 ઇંચ સુરત
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ ગુજરાતમાં ગઇકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ગત મોડી રાતથી મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ કર્યું છે. ધોધમાર વરસાદ વરસતા સુરતના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા પાસે નેશલ હાઇવેના સર્વિસ રોડ પર ઘૂટણસમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ પગલે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, તેની મેયર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે.
- Advertisement -
સુરત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વીતેલા 24 કલાકમાં મેઘરાજા દેમાર વરસાદ બારડોલીમાં 8 ઇંચ, મહુવામાં 7.5 ઇંચ સહિત તમામ તાલુકામાં મુશળધાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી ફરી વળી છે. સુરત શહેરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા આ આગાહી મુજબ જ વરસાદ ઝીંકાયો હોય તેમ મંગળવારની રાત્રીના જે દેમાર વરસાદ શરૂ થયો હતો. તે વરસાદ અટકવાનું નામ જ ના લેતા આજે બુધવારે પણ સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોની સાથે શહેરીજનો પણ ખુશ છે.
સુરત શહેરમાં પાંચ ઇંચ વરસાદના પગલે શહેરમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સુરત શહેરમાં સવારથી જ વરસાદના પગલે સ્કૂલો, કામ ધંધે નોકરીએ જનારાઓ વરસાદમાં અટવાયા હતા.
- Advertisement -
જિલ્લામાં પણ દેમાર વરસાદ વચ્ચે બારડોલીમાં 8 ઇંચ, મહુવામાં 7.5 ઇંચ, પલસાણામાં 6 ઇંચ સહિત તમામ તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી. વીતેલા 24 કલાકમાં સુરત જિલ્લામાં 1063 મી.મી અને સરેરાશ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સુરતમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ, કારમાં ત્રણ બાળક સહિત પાંચ લોકો ફસાયા
સુરત શહેર અને જિલ્લામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સુરતના લાલગેટ મોતીવાળા પરફ્યૂમ પાસે એક કારમાં ત્રણ બાળકો સહિત 5 લોકો ફસાઈ ગયા હતા. કારમાં લોકો ફસાયા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને કારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથેજ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદ ગઇકાલ રાતથી પડી રહ્યો છે અને આજે સવારે પણ સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ પડવાથી કેટલાક નીચાણાવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના બની છે.
એક પરિવાર આજે વહેલી સવારે કાર લઇને નીકળ્યો હતો. ત્યારે લાલગેટ પાસે ભરાયેલા પાણીમાં આ પરિવારની કાર ફસાઈ ગઇ હતી.