અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ વરસ્યો : આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો સાથે અમદાવાદ શહેરમાં પણ 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ, બનાસકાંઠાના વડગામ અને પાટણના ચાણસ્મામાં પણ 2 ઈંચ આવ્યો છે. તેમજ મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. સાથે જ નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ સાથે આવ્યો હતો. જેમાં જોધપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યું હતું. રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે, હવે આ ઉનાળાનો છેલ્લો તબક્કો છે અને ત્યારબાદ વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે.