ગિરનાર પર્વત પર ભારે વરસાદથી દામોદર કુંડ બે કાંઠે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં રાત્રીના 12 વાગ્યા પછી વરસાદે તોફાની બેટિંગ શરુ કરી હતી અને સમગ્ર જિલ્લાને વરસાદે ઘમરોળી લેતા ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા અને નદી નાળા બે કાંઠે વહેતા થયા ત્યારે જિલ્લામાં રાત્રીના 12 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 3 થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા ગોઠણ ડૂબ પાણી ભરાતા ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મોડી રાત્રીના શરુ થયેલા વરસાદે તોફાની બેટિંગ શરુ કરી હતી જેમાં ભારે વરસાદના લિધે શહેરના મજેવડી દરવાજા નજીક આવેલ અન્ડરબ્રીજ અને ઝાંઝરડા અંડરપાસમાં પાણી ભરાયા હતા જોકે મોડી રાત્રીના ભારે વરસાદ હતો જેના લીધે વાહન ચાલકોને ઓછી અસર જોવા મળી હતી અને સવારે વરસાદનું જોર ઘટતા પાણીનો નિકાલ થઇ ગયો હતો.
- Advertisement -
જૂનાગઢ શહેર સહીત જિલ્લામાં શ્રીકાર વરસાદ વરસતા ચો તરફ પાણી પાણી જોવા મળ્યું હતું જેમાં સૌથી વધુ માણાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબકતા નદી, નાળા સાથે ચેકડેમો ઓવરફલો થયા હતા જયારે જૂનાગઢ ગીરનાર પર ભારે વરસાદના લીધે દામોદર કુંડ બે કાંઠે વેહતો થયો હતો અને શહેરમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતા અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા હતા તેની સાથે શહેરના બે અન્ડરબ્રીજોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જયારે વંથલીમાં 9 ઇંચ વિસાવદર અને મેંદરડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે અને ભેસાણમાં 6 ઇંચ, કેશોદમાં 5 ઇંચ, માંગરોળ અને માળીયા હાટીનામાં 3 -3 ઇંચ વરસાદ પડતા સમગ્ર જિલ્લામાં અત્ર તત્ર સવર્ત્ર વરસાદ પડતા તમામ નદી નાળામાં પાણીના નવા નીરની અવાક શરુ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
રાત્રીના 12 વાગ્યા પછી વરસાદની તોફાની બેટિંગ: જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વંથલીના ભુતવાડીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા
જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર વરસાદ પડતા વંથલી તાલુકામાં 9 ઇંચ વરસાદ ખાબકતા અને જૂનાગઢ શહેરના કાળવાનું પાણી ઉપરવાસ માંથી આવતા વંથલી બસ સ્ટેન્ડ નજીક આવેલ ભૂતવાડી વિસ્તારમાં પાણી ઘુસી ગયું હતું જેના લીધે ગોઠણ ડૂબ પાણી ભરાવાની સાથે ઘરોમાં પાણી ઘુસી જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને ગોઠણ ડૂબ પાણીમાં ચાલવા મજબુર બન્યા હતા.
- Advertisement -
ક્યાં કેટલો વરસાદ
માણાવદરમાં………….12 ઇંચ
જૂનાગઢમાં……………09 ઇંચ
વંથલીમાં……………..09 ઇંચ
ભેંસાણ………………06 ઇંચ
વિસાવદર…………….08 ઇંચ
મેંદરડા……………….08 ઇંચ
કેશોદ………………..05 ઇંચ
માંગરોળ……………..03 ઇંચ
માળીયામાં……………03 ઇંચ