માણાવદરમાં સિઝનનો 25 ઇંચ વરસાદ, રસાલા ડેમ ભરાયો
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડ્યો
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ માણાવદર તાલુકામાં થયો છે. માણાવદરમાં સિઝનનો 71.84 ટકા વરસાદ પડી ગયો છે અને સિઝનનો 25 ઇંચ વરસાદ થઇ ગયો છે. માણાવદરમાં આવેલો રસાલા ડેમ ભરાઇ ગયો છે. ત્યારે આ ડેમની આંખોને ટાઢક પહોંચાડે તેવી તસવીર કેમેરામાં કંડારાઈ છે.
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ગઇકાલે સામાન્ય વરસાદ પડ્યો હતો. આજે સવારથી મેધાવી માહોલ વચ્ચે જિલ્લામાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સાથે જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 50 ટકા વરસાદ પણ પૂર્ણ થયો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદની શરૂઆત સારી થઇ છે. જૂનાગઢ જિલ્લામાં અષાઢી બીજથી સતત વરસાદ પડી રહ્યો છે. એકાદ દિવસને બાદ કરતા જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં અવિરત વરસાદનાં પગલે જિલ્લાની મુખ્ય નદીઓમાં પુર આવ્યાં છે. મોટાભાગનાં ડેમમાં નવા નરી આવ્યાં છે. એક ફૂટથી લઇને નવ ફૂટ સુધી ડેમ ભરાઇ ગયા છે. તેમજ છ ડેમ ઓવરફલો થઇ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં રવિવારે સામાન્ય વરસાદ રહ્યો હતો. રવિવારનાં દિવસભર વરસાદી ઝાપટા પડતા રહ્યાં હતાં. આજે સવારથી વરસાદી માહોલ બન્યો છે. સવારથી જૂનાગઢ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આજે અડધાથી એક ઇંચ વરસાદ પડી ગયો છે. માળિયામાં એક ઇંચ,જૂનાગઢ શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા અને વેરાવળમાં પણ એક-એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદનાં પગલે સિઝનનો 50.09 ટકા વરસાદ પડી ગયો છે. જૂનાગઢ શહેરમાં સિઝનનો 51.60 ટકા, માંગરોળમાં 56.57 ટકા, માણાવદરમાં 71.84 ટકા, વંથલીમાં 50.98 ટકા, વિસાવદરમાં 53.79 ટકા વરસાદ થયો છે. મેંદરડા તાલુકામાં 49.90 ટકા વરસાદ થઇ ગયો છે.