ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ની પ્રતિષ્ઠિત સંસ્થા જૈન વિઝન દ્વારા આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની યાદમાં રંગ કસુંબલ ડાયરો શિર્ષક હેઠળ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા પાર્શ્ર્વ ગાયક શ્રી દિપક જોષી, પહાડી કંઠના માલિક એવા જાણીતા કલાકાર શ્રી હીમાંશુ ચૌહાણ, કોકીલકંઠી કલાકાર રાગીણીબેન પંચાલ તથા લોકસાહિત્યની સરવાણી જેમના મુખે સાંભળવી ગમે તેવા જાણીતા કલાકાર શ્રી સુખદેવ ગઢવી આ કાર્યક્રમમાં પોતાની પ્રસ્તુતી રજુ કરશે.
- Advertisement -
બુધવારે રાત્રે 8:30 વાગ્યાથી હેમુ ગઢવી હોલમાં યોજાનારા આ રંગ કસુંબલ ડાયરા ના પ્રમુખ સ્થાને સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા તથા ઉદ્ઘાટક તરીકે જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી અને રાજુ એન્જિનિયરિંગના રાજુભાઈ દોશી ઉપસ્થિત રહેશે. અમદાવાદની પ્રતિષ્ઠિત ઇવેન્ટ કંપની તીહાઇ-ધ મ્યુઝિક પીપલના અભિલાષ ઘોડા કલાકારો રજૂ કરશે. આ પછી તારીખ 10 એપ્રિલ ને ગુરુવારે રાત્રે 8:30 વાગ્યાથી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ માં આવો રે આવો મહાવીર નામ લઈએ શીર્ષક હેઠળ ભક્તિ સંગીત સંધ્યા નો બેજોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.



