– મેધા પંડ્યા ભટ્ટ
મારી ડેટના અનુભવથી હું માનસિક રીતે ભાંગી પડ્યો.
આજકાલની યુવતીઓની ડિમાન્ડ પોર્ન વિડીયો મુજબના ફોર-પ્લે અને સેક્સ છે. તેમને એ રીતે જ સંતોષ મળે છે.
ગુંજનને હું જ્યારે ડેટીંગ એપ પર મળી ત્યારે તે પોતાનો નંબર શેર કરવામાં ગભરાતો હતો. તેણે મને ફેસબુક મેસેન્જરમાં વાત કરીશું તેમ કહ્યું. મને કોઇ વાંધો નહોતો. થોડા સમય બાદ તેણે મને તેનો નંબર પણ આપ્યો. મને લાગ્યું તેને વાતચિતથી કે પ્રોફાઇલ જોયા પછી મારામાં વિશ્વાસ આવ્યો હશે. તેનો વિશ્વાસ ન મૂકવાની વાત તેના અનુભવો સાંભળ્યા પછી મને સમજાણી. ગુંજનનો પોતાનો બિઝનેસ છે. અઠવાડિયામાં ત્રણ દિવસ તો જૂદા જૂદા રાજ્યોની ટૂર પર જ હોય છે. 36 વર્ષની ઉંમર છે અને સિંગલ છે. તેને લગ્ન કરવામાં રસ નથી અને જીવનમાં કોઇ સાચી વ્યક્તિ સંબંધથી જોડાઇ રહેવા માટે મળતી નથી. પૈસા ખૂબ છે, પણ પ્રેમ આપી શકે અને વિશ્વાસ જાળવી શકે તેવું તેને કોઇ મળતું નથી, તે તેની મુશ્કેલી છે. તેને ફક્ત શારીરિક સંબંધ માટે જ નહીં પણ એક સાચા મિત્ર અને તેના પ્રત્યે લાગણી ધરાવે તેવી વ્યક્તિની જરૂર છે. તેણે નેટ પર એક ન્યૂઝમાં ડેટીંગ એપ વિશે વાંચ્યુ હતુ અને એક એપ ડાઉનલોડ કરી હતી. તેણે અનેક મહિલાઓ અને યુવતીઓને ડેટ કરી પણ તેને તેનાથી મિત્રતા તો મળી નહીં પણ માનસિક આઘાત વધારે મળ્યા. ગુંજનને કઇ રીતે અને શું તકલીફ થઇ તે તેની પાસેથી જ જાણીયે.
ડેટીંગ એપ પર હું એક વર્ષ થી વધારે સમય રહ્યો છું. હાલમાં પણ એપ્લીકેશન તો છે પણ તેના પર વધારે એક્ટિવ રહી શકતો નથી. હું મારા બિઝનેસના કારણે ખૂબ વ્યસ્ત રહું છું. જૂદા જૂદા રાજ્યોમાં જાઉં ત્યારે સમય મળે તો તે સ્થળની કોઇ યુવતી કે મહિલા સાથે ડેટ કરી લઉં. ક્યારેક કોફી હોય, ક્યારેક ડિનર પર, તો ક્યારેક શારીરિક સંબંધ પણ બંધાઇ જાય. સામેવાળી વ્યક્તિની શું મંજૂરી છે, તે મારા માટે વધારે મહત્વનું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન પાંચથી સાત યુવતીઓના સંપર્કમાં આવ્યો, જે અલગ અલગ રાજ્યોની હોય. જેમાં મુંબઇ, બેંગલોર, પુના અને દિલ્હીમાં હું તેમને મળ્યો હતો. જોકે અન્ય શહેરોની યુવતીઓ ખૂબ પ્રેક્ટિકલ હોય છે, તે મને આ બધા સાથેના અનુભવો પરથી જાણવા મળ્યું. તેમને જે વસ્તુની ડિમાન્ડ હોય તે સ્પષ્ટ કહી દે છે. જોકે હું એકવાર જેને પણ મળ્યો તેમની સાથે મારી બીજીવાર મુલાકાત થઇ નથી. તેમણે મને સામેથી ક્યારેય ફોન કે મેસેજ કર્યા નથી. હું જે તે સમયે તે શહેરોમાં જતો તો તેમને મેસેજ કરતો પણ દરેક બીઝી હોવાનું જણાવતી. મેં પણ એકવાત સ્વીકારી લીધી હતી કે કદાચ આ એપ પર લોકો બીજીવાર એકબીજાને મળતા નહીં હોય.
- Advertisement -
અમદાવાદમાં એક મહિલાના સંપર્કમાં આવ્યો. તેનું નામ નેહા હતું. તેના લગ્ન થયેલા હતા પણ તેને કોઇ બાળકો હતા નહીં. મારા જેટલી જ ઉંમરની હતી, તેથી તેની સાથે વાતચિત કરવામાં મજા આવતી હતી. તેના પતિને 10 થી 7 ની ફિક્સ ટાઇમની નોકરી હતી. તેને ડેટીંગ એપ પર મળ્યાના ત્રીજા દિવસે જ તેણે મને તેના ઘરે બોલાવ્યો અને તેના માટે કોઇ સારી ગિફ્ટ પણ લઇને આવવા કહ્યું. હું બપોરના ઓફિસના સમયે બે કલાકનો બ્રેક લઇને તેના ઘરે ગયો. તેના માટે સુંદર પર્સ લઇને ગયો હતો. મારી પાસે વધારે સમય નહોતો તેથી તે દિવસે ફક્ત વાતચિત કરીને અમે છૂટા પડ્યા. મેં તેને સાંજે આઠ પછી મળવાનું અનુકૂળ થાય કે નહીં તે જણાવ્યું તો તેણે એક-બે દિવસનો સમય માંગ્યો. મને કોઇ વાંધો નહોતો. બે દિવસ પછી રાત્રે આઠ વાગે હું તેને તેના ઘરથી થોડે દૂર લેવા માટે ગયો. ફોન-મેસેજમાં થયેલી વાત મુજબ અમે સીધા હોટલમાં જ ગયા અને બે કલાક સાથે રહ્યા. તે ખૂબ ઝડપથી ઉત્તેજીત થઇ જતી હતી અને તેને વાઇલ્ડ સેક્સ ગમતું હતું. મને આ પહેલા દિલ્હીની એક યુવતી સાથે આવો અનુભવ થયો હતો પણ હું તે દિલ્હીવાળી યુવતી જેમ કહેતી હતી તે રીતે જ કરતો હતો. અહીં નેહાને સેક્સ દરમિયાન વધારે વાતચિત પસંદ નહોતી, તેથી હું તેને સમજી શકતો નહોતો. જોકે અમે તે દિવસે એન્જોય કર્યું હતું તેવું મને લાગ્યું પણ તેના ચહેરાના હાવભાવ પરથી લાગતું નહોતું કે તેને સંતોષ મળ્યો હોય. મને સંતોષ પૂરતો થયો હતો પણ કદાચ એને હજી વધારે જરૂર હતી તેવું મને લાગતું હતું. તેને ઘરે મૂકવા જતી વખતે મેં તેને પૂછી લીધુ કે તને સંતોષ થયો. તેણે મને સ્માઇલ આપી બસ.
અમે બંને ફોન અને મેસેજથી સંપર્કમાં હતા પણ તેણે મને બીજીવાર મળવા માટે ન કહ્યું. મેં તેને ફરી મળવા માટે પૂછ્યું તો તેણે મને સામે એક ખૂબ અઘરો સવાલ કર્યો. તેણે મને પૂછ્યું કે હું તેની એક ફ્રેન્ડને ડેટ કરીશ. મને તો નવાઇ લાગી કે આ કેવું. તે મને તેની ફ્રેન્ડ સાથે શેર કરી શકશે. જોકે અમે કોઇ પ્રેમી કે પ્રેમિકા તો હતા નહી, તેથી મને થયું કે જે રીતે ડેટીંગ એપ પર કોઇ યુવતી શોધુ, એના કરતા આની જાણીતી કોઇ યુવતીને ડેટ કરું તો શું વાંધો છે. નેહાએ મને તેની ફ્રેન્ડનો નંબર શેર કર્યો. નેહાએ મારો નંબર પણ તેને મોકલી દીધો. જોકે મેં નેહાને પૂછ્યું કે હું તેને મળું, તો તે પછી તું મને મળીશ કે નહીં મળે. તેણે મને જવાબમાં એટલું જ કહ્યું કે તને મારી દોસ્ત બધુ સમજાવશે. મને તેની આ વાત થોડી વિચીત્ર લાગી. થોડી શંકા પણ થઇ.
બે દિવસ બાદ નેહાની મિત્ર સુગંધાનો મને મેસેજ આવ્યો. મેં પણ તેને ફોન કર્યો અને તેની સાથે વાતચિત આગળ વધારી. તેને મારા દરેક સમયે મને મળવાની અનુકૂળતા હતી. તેથી મને તેની તે વાત ગમી ગઇ. તે મારી સાથે આઉટડોર પણ જવા તૈયાર હતી. તે ખૂબ જ ફ્લેક્સિબલ હતી અને ખૂબ જ સ્પષ્ટ વાત કરી દેતી હતી. મને નેહા કરતા પણ તેની કંપની વધારે પસંદ પડી. અમે બંને લગભગ અઠવાડિયામાં બે વાર ડિનર પર મળ્યા. તેની સાથે સંબંધ આગળ વધારવાની વાત થઇ તો તેણે મને કહ્યું કે હું ફેન્ટસી સાથે જીવનારી યુવતી છું. મને લાઇફમાં ફેન્ટસી પસંદ છે. સેક્સમાં પણ અનેક ફેન્ટસી હોય છે, જો તું એ કરી શકીશ તો આપણે ખૂબ એન્જોય કરીશું. મને તેની આ વાત ગમી. તેણે મને કેટલાક અલગ અલગ વિડીયો મોકલ્યા અને મને કહ્યું કે આ રીતે સેક્સ કરવામાં વધારે આનંદ મળશે.
સુગંધાએ મોકલેલા વિડીયોમાંથી કેટલાક વિડીયો જોઇને મને લાગ્યું કે મુંબઇ, પુના, દિલ્હીની યુવતીઓ સાથે જે સેક્સ હું તેમના કહેવા મુજબ કરતો હતો, તે મોટાભાગે આ પ્રકારના જ હતા. મને સુગંધા સાથે પણ આ પ્રકારનું કરવામાં ક્યાં વાંધો હતો. અમે બંને મળ્યા અને તેના કહેવા મુજબ જ મેં હોટલમાં વ્યવસ્થા કરાવી હતી. બંને એકબીજામાં ખોવાઇ જવા તૈયાર જ હતા. હોટલના દરેક ખૂણે અમે ફોરપ્લે અને સેક્સ કરવા માટે તૈયાર હતા. ફોરપ્લેની શરૂઆતમાં જ તે મને વધારે ઉત્તેજીત કરવા લાગી હતી. તેની લીપ ટુ લીપની ડિપ કિસ મને વધારે ઉત્તેજીત કરી ગઇ હતી. હું પહેલીથી જ ઝડપથી રેડી થઇ જાઉં તો પછી મને સેક્સ કરવાની પણ ઉતાવળ થવા લાગે છે. મેં તેની સાથે સેક્સ માટેની તૈયારી કરી તો તેણે મને રોકી લીધો. હું તો અટકી ગયો અને શાંત થઇ ગયો. મને નવાઇ લાગી. તેણે મને કહ્યું કે કોઇપણ યુવતીને સેક્સ માટે રેડી થવામાં વાર લાગે છે તો પહેલા તેને રેડી કરવી જોઇએ. તે જાણે મને સેક્સનો પાઠ ભણાવતી હોય તેવું મને લાગ્યું. હું તેની વાતો સાંભળતો હતો અને સાથે જ તે મારી અને હું તેની બોડી સાથે અડપલા કરીને એકબીજાને ઉત્તેજીત કરવાનો પ્રયત્ન કરતા હતા. તેણે મને તેની આખી બોડી પર કિસ કરવા કહ્યું, તેમાં મને અમુક બાબતો પસંદ ન હોવાથી મેં ના પાડી તો તે મારા પર બગડી.
તેણે મને કહ્યું કે જો તું કોઇ સ્ત્રીને ઉત્તેજીત ન કરી શકે તો તું નામર્દ છે. કારણ કોઇપણ સ્ત્રીને ઉત્તેજીત કર્યા વિના તેની સાથે સેક્સ કરો તો સ્ત્રીને ક્યારેય સંતોષ મળતો નથી. સેક્સમાં સંતોષ ન આપી શકનાર પુરુષ નામર્દ જ કહેવાય. હું તો તેની વાત સાંભળીને ડધાઇ ગયો. મને તો આવું કોઇએ કહ્યું જ નહોતું. થોડીવાર પછી તે મારી પાસે આવી અને બોલી, જો શરીરનું સુખ મેળવવા માટે બે વ્યક્તિ સેક્સ કરતા હોય છે પણ જો તેમાંથી એક વ્યક્તિ સંતોષ ન આપી શકે તો બીજી વ્યક્તિને તેની સાથે મજા નથી આવતી. નેહાને પણ તારી સાથે મજા ન આવી કારણકે તું રેડી થાય એટલે તારું કામ કરી નાખે છે. તું તો ડિસ્ચાર્જ થઇને સેટીસ્ફાઇડ થઇ જાય છે પણ સામેવાળી વ્યક્તિ રેડી છે કે નહીં અને તેને પૂરતો આનંદ અને સંતોષ મળ્યો છે કે નહીં તે ક્યારેય વિચાર્યું છે. તેની વાત મને સાચી લાગી. અમે તે દિવસે સાથે રહ્યા અને મેં તેની પાસેથી અનેક વાતો જાણી. તેને સાંભળતી વખતે મને એક વાત સમજાઇ કે મુંબઇ, દિલ્હી, પુનાની યુવતીઓ સાથે મેં તેમના કહેવા મુજબ સેક્સ કર્યું હતું. તેમણે મને તેમની ઉત્તેજનાને શાંત કરવા માટે તેમની ઇચ્છાઓ મુજબનું સેક્સ મારી પાસે કરાવ્યું હતું. તે વાત હવે મને સમજાણી. કેટલીક બાબતો એવી પણ હતી કે જે મેં કરવાની ના પાડી હતી. જોકે મારા જવાબ પછી મને કોઇ યુવતીએ સંબંધ બાંધવા ન દીધો હોય તેવું બન્યું નહોતું પણ હા બીજીવાર મને કોઇ મળવા માટે તૈયાર નહોતી. તે પણ એટલી જ સાચી વાત હતી. મને ક્યાંક ને ક્યાંક સમજાયું કે તે દરેક યુવતીઓને મારાથી સંતોષ મળ્યો નહીં હોય તેથી બીજીવાર મને મળી નહોતી. હું આ જાણીને થોડો ડિસ્ટર્બ થઇ ગયો. શું હું સાચે જ કોઇને શરીર સુખ આપી શકું એમ નથી તે વાત મને હેરાન કરવા લાગી. જોકે સુગંધા મને સમજાવતી હતી.
- Advertisement -
સુગંધા પાસેથી ઘણું જાણવા મળ્યું. મેં તેને ફરી એકવાર મળીશું અને એન્જોય કરીશું તેની ખાતરી આપી પણ તેણે મને કહ્યું કે તારે હજી ઘણું શીખવાની જરૂર છે. મેં તેને કહ્યું કે તું ન શીખવાડી શકે, તો તેણે વિચારીશ એવો જવાબ મને આપી દીધો. જોકે હાલમાં અમે બંને સંપર્કમાં છીએ અને તે મને અલગ અલગ વિડીયો અને આર્ટીકલ્સ મોકલતી રહે છે. તેણે મને મારી નબળાઇની વાત મને જે રીતે સમજાવી છે, તેના માટે મને તેના માટે માન છે. અત્યાર સુધી આવેલી દરેક યુવતી કંઇપણ કહ્યા વિના જતી રહી પણ તેણે મને જે છે તે સ્પષ્ટ કહ્યું. જે જાણીને મારું મારા શરીર પ્રત્યેનું સેક્સ અંગેનું જ્ઞાન વધ્યું છે. મને થયું હતું કે કોઇ સેક્સોલોજીસ્ટને બતાવું પણ સુગંધાએ કહ્યું કે તને શારીરિક કોઇ બિમારી નથી પણ તું માનસિક રીતે કેટલીક બાબતો માટે તૈયાર નથી તે તારે શીખવાની અને સમજવાની જરૂર છે. તેની વાત પણ સાચી છે. હાલમાં તો ફક્ત સુગંધાના જ સંપર્કમાં છું અને કદાચ અમે થોડા સમય બાદ ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરીશું.
સમજવા જેવું –
આજકાલ યુવતીઓ પણ પોર્ન વિડીયો જોઇને તે મુજબ સેક્સમાં સંતોષ મેળવવાના પ્રયત્નો કરે છે, પણ દરેક યુવક તે મુજબ સંબંધ બાંધશે જ તે શક્ય હોતું નથી. પોર્ન ફિલ્મો મુજબનું સેક્સ કરનારા ઘણા ઓછા હોય છે. તે મુજબ જ સેક્સ કરવું અને તેમાં જ આનંદ મળી શકે તે વાત સો ટકા સાચી નથી. પોર્ન ફિલ્મો બનાવનાર તો મનોરંજન માટે ફિલ્મો બનાવે છે. તેમાં લાંબો સમય સુધી દર્શાવવામાં આવતાં સેક્સ પાછળ અનેક બાબતો કારણભૂત હોય છે, તો કોઇપણ યુવક કે પુરુષ પણ એ રીતે સેક્સ કરી જ શકે કે તેણે એ મુજબ જ કરવું જોઇએ તે જરૂરી નથી. પોર્ન વિડીયો મુજબ સેક્સ કરવાથી જ સંતોષ મળે છે, તે માનસિકતા દરેક જણે બદલવી જરૂરી છે. તમને જો પોતાનામાં કોઇ ખામી હોય તેવું લાગે તો સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો. તેમની સાથે માનસિક અને શારીરિક બાબતોની ચર્ચા કરો. તમને યોગ્ય ઉપાય જરૂર મળશે.